ન્યુ દિલ્હી,તા.૧૨
સુપ્રીમ કોર્ટે ૨૮,૦૦૦ દુર્ગા પૂજા સમિતિઓને ૨૮ કરોડ રૂપિયા આપવાના પશ્ચિમ બંગાળ સરકારના નિર્ણયને પડકારતી અરજી પર રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. જા કે જસ્ટિસ મદન બી લોકુર અને જસ્ટિસ દીપક ગુપ્તાની ખંડપીઠે દુર્ગા પૂજા સમિતિને ભંડોળ આપવાના રાજ્ય સરકારના નિર્ણય પર પ્રતિબંધ મૂકવાનો ઈનકાર કર્યો છે.
સુપ્રીમ કોર્ટ સલાહકાર સૌરભ દત્તાની અરજી પર સુનાવણી કરવામાં આવી હતી જેમાં દુર્ગા પૂજા માટે રાજ્યભરમાં ૨૮,૦૦૦ પૂજા સમિતિઓને રૂ. ૨૮ કરોડ આપવા અંગે મુખ્યમંત્રી મમતા બેનર્જી સરકારના નિર્ણયને પડકાર આપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ૧૦ સપ્ટેમ્બરે મમતા બેનર્જીએ રાજ્યભરમાં ૨૮ હજાર પૂજા સમિતિઓમાંથી દરેકને ૧૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. તેમાંથી ત્રણ હજાર સમિતિઓમાં કોલકાતા શહેરમાં અને અન્ય ૨૫ હજાર સમિતિ જિલ્લાઓમાં છે. તેના પર સરકાર ૨૮ કરોડ રૂપિયા ખર્ચ કરશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને હવે મમતાના ગઢ પશ્ચિમ બંગાળમાં પણ તેના સંગઠનનો વ્યાપ વિસ્તારવામાં સફળતા મળી છે. છેલ્લા એક વર્ષમાં આરએસએસએ પશ્ચિમ બંગાળમાં તેના ૨૫૦ શાખાઓ શરૂ કરી છે. જેમાં નિયમિતપણે સંગઠનની પ્રવૃત્તિઓનું સંચાલન કરવામાં આવે છે. બીજી તરફ સંગઠનના આ વિસ્તરણને આગામી લોકસભાની ચૂંટણીઓના સંદર્ભમાં ભાજપ માટે પણ ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




