ટ્રમ્પની ખુલ્લેઆમ ધમકી : ઈરાન પાસેથી ઓઈલ ખરીદનાર દેશોને જાઈ લઈશ

0
13

વોશિંગ્ટન,તા.૧૨
અમેરિકી પ્રતિબંધો ઉપરાંત જ્યાં ભારતે રશિયા સાથે એસ -૪૦૦ ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ ખરીદી પર સમજૂતી કરી છે, ત્યાં હવે ઇરાન પર અમેરિકી પ્રતિબંધો હોવા છતાં સતત ક્રૂડ ઓઇલની ખરીદી કરવી અમેરિકાને નામંજૂર છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના પ્રતિબંધનો ઉલ્લેખ કરી દુનિયાને ધમકી આપી છે કે ૪ નવેમ્બર પછી જા કોઈ દેશ ઇરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદશે તો તેમના વિરૂદ્ધ સખત પગલાં લેવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇરાનથી ક્રૂડ ઓઇલના આયાત કરવાને લઇને ચેતવણી આપવામાં આવી છે કે ૪ નવેમ્બર સુધી ઇરાનથી ક્રૂડ ઓઇલની આયાત ઘટાડી શૂન્ય ન કરનાર “દેશોને પણ અમેરિકા જાઇ લેશે”. ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન જેવા દેશોના ઇરાનથી તેલની આયાત ચાલુ રાખવાના પ્રશ્નમાં ટ્રમ્પે જણાવ્યું કે અમે તેમને પણ જાઇ લઇશું.
ટ્રમ્પ દ્વારા મે મહિનામાં અમેરિકાને ૨૦૧૫માં થયેલા ઇરાન પરમાણુ કરારથી અલગ કરાયું હતું અને તેના પર ફરીથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ટ્રમ્પ દ્વારા ઇરાનથી તેલ આયાત કરનાર દેશોને ૪ નવેમ્બર સુધીમાં પોતાની આયાત ઘટાડીને શૂન્ય કરવા જણાવાયું છે. સાથે તેમણે આ નહીં કરનાર દેશો પર પ્રતિબંધ મૂકવાની પણ ચેતવણી આપી છે.
આ અગાઉ અમેરિકન રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે રશિયાથી પાંચ અબજ ડોલરના સોદામાં એસ-૪૦૦ એરક્રાફ્ટ પ્રણાલીની ખરીદી પર ભારત વિરુદ્ધ અમેરિકન કાયદા હેઠળ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે કે નહીં તે વિશેની સ્થિતિ ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ જશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY