શેરબજાર : સેન્સેક્સ ૭૩૨ પોઇન્ટના ઉછાળા સાથે થયો બંધ

0
7

મુંબઈ,તા.૧૨
ગઇકાલના પછડાટ પછી આજે શેર??બજારમાં એકદમ તેજી જાવા મળી હતી. સેન્સેક્સ ૭૦૦ અંકથી વધુ ઉચકાયો છે, જ્યારે નિફ્ટીમાં લગભગ ૨૫૦ અંકની મજબૂતાઈ જાવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી ૨ ટકાથી વધુ ઉચકાઇ બંધ થયા છે. આજના વ્યવસાયમાં સેન્સેક્સ ૩૪,૮૦૮.૪ સુધી પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૦,૪૯૨.૫ સુધી ગયો હતો. અંતમાં નિફટી ૧૦,૪૭૦ ની નજીક બંધ થયો અને સેન્સેક્સ ૩૪,૭૦૦ ની ઉપર બંધ થયો છે.
મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ જારદાર ખરીદી જાવા મળી હતી. બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ લગભગ ૨.૫ ટકાની સપાટીએ વધીને બંધ રહ્યો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સમાં લગભગ ૩ ટકાનો વધારો નોંધાયો છે. બીએસઇનો સ્મોલકેપ ઇન્ડેક્સ ૨.૫ ટકાથી વધુ મજબૂત થઇ બંધ થયો છે.
શુક્રવારે આઈટી અને ટેકનો (ટેકનો, મીડિયા એન્ટરટેઈનમેન્ટ) સિવાયના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. આજે ઓટો તેમજ રિયલ્ટી સેક્ટરમાં પણ ભારે તેજી જાવા મળી હતી અને આ બન્ને ઈન્ડાઇસિસ ૩-૪ ટકા વધીને બંધ રહ્યા હતા.
દિવસ દરમિયાન બીએસઈ સેન્સેક્સ ઉપરમાં ૩૪,૮૦૮.૪૨ અને નીચામાં ૩૪,૨૭૯.૭૮ પોઈન્ટ્‌સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૭૩૨.૪૩ પોઈન્ટ્‌સ અથવા ૨.૧૫ ટકાના ઉછાળા સાથે ૩૪,૭૩૩.૫૮ પોઈન્ટ્‌સની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૦,૪૯૨.૪૫ અને નીચામાં ૧૦,૩૨૨.૧૫ પોઈન્ટ્‌સની રેન્જમાં અથડાયા બાદ ૨૩૭.૮૫ પોઈન્ટ્‌સ અથવા ૨.૩૨ ટકા વધીને ૧૦,૪૭૨.૫૦ પોઈન્ટ્‌સની સપાટીએ બંધ રહ્યા હતા.
આજે વધેલા મુખ્ય શેરોમાં મારુતિ સુઝુકી ઈન્ડિયા ૫.૮૯ ટકા, એમશ્એમ ૫.૨૯ ટકા, કોટક બેન્ક ૪.૮૭ ટકા, કોલ ઈન્ડિયા ૪.૫૬ ટકા, બજાજ ઓટો ૪.૩૫ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૩.૭૧ ટકા, આઈટીસી ૩.૫૮ ટકાનો સમાવેશ થાય છે. આજે ઘટેલા મુખ્ય શેરોમાં ટીસીએસ ૩.૧૦ ટકાનો સમાવેશ થાય છે.
ભારતીય શેરબજારમાં બજારમાં શરૂઆતે જ કડાકો જાવા મળ્યો હતો. સેન્સેક્સ ૯૮૦ પોઈન્ટ ઘટીને ૩૩,૭૭૪ની સપાટીએ જાવા મળ્યો હતો. નિફ્ટી પણ ૨૫૦ પોઈન્ટના કડાકા સાથે ખુલ્યા હતા. બીજી બાજુ ડોલર સામે રૂપિયામાં પણ સતત ઘટાડો જાવા મળી રહ્યો છે. આજે ડોલર સામે રૂપિયો ૯ પૈસા ઘટીને ૭૪.૪૪ની સપાટીએ પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં નરમાઈના પગલે ભારતીય શેરબજારમાં પણ કડાકો જાવા મળ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY