આખરે નીતિન ગડકરી, યશવંતસિહા, શત્રુધ્ન સિન્હા ગાંધી ચીંધ્યા પથ પર……..!!

0
8

આખરે ગાંધીબાપુના સત્યને ભાજપના કેટલાક નેતાઓએ સમજી-ઓળખીને સત્ય બોલવાનું શરૂ કરી દીધું છે. જાકે આખા બોલા સીધે સીધુ સત્યનુ બાણ છોડનારાથી ભાજપના વરિષ્ઠ અને ઉચ્ચ સ્તરીય નેતાઓ સહિત અનેક અન્ય નેતાઓ ડઘાઈ ગયા છે. હાંફળા ફાંફળા થઇ ગયા છે. છતાં ભાજપના વડા કે કેન્દ્રના સરકારના વડાઓ આ અંગે મૌનીબાબા બની ગયા છે. અને આમ લોકો પણ સમજવા સાથે ભાજપાના ખાસ આજ્ઞાંકિત કાર્યકરો પણ સત્યવાત જાણી તેમના વડા નેતાઓના જુઠને ઓળખી ગયા છે….!! તે સાથે તેઓ સાગમટે મૌન થઇ ગયા છે. પરિણામે સમગ્ર દેશમાં ભાજપનો ગ્રાફ નીચે ઉતરી ગયો છે. તો બાકી હતું તે મીટ-૨ એ સાવ તળીયું બતાવી દીધું છે. અને લોકો પણ હવે ગસ્ત થયા છે. કારણકે લોકોએ જે વચનો ઉપર વિશ્વાસ રાખી કે લાલચમાં આવીને થોકબંધ વોટ આપ્યા હતા. જેનું પરિણામ શૂન્ય મળ્યું છે પણ ઉપરથી તેમની જીવન ગુજરાનની મુશ્કેલીઓમાં બેફામ વધારો થયો છે.
ચુંટણીઓ જીત્યા બાદ ભાજપા સતારૂઢ થયો અને સતા મળતા જ જાણે પોતે સર્વજ્ઞ હોય પૂર્ણ પુરૂષોતમ હોય તે રીતે પ્રજાનું હિત વિચાર્યા વગર એક પછી એક નિર્ણય લેતા ગયા અને પ્રજા પર ઠોકી દીધા “અચ્છે દિનની” લાલચમાં પ્રજા પણ કાંઈ પણ બોલ્યા વગર ચું કે ચાં કર્યા વગર બધા જ નિર્ણયો સ્વિકારવા લાગી પણ કેન્દ્ર સરકારે કે જે-તે રાજ્યની ભાજપા સરકારે લીધેલા નિર્ણયોથી ધીરી ગતિએ પ્રજાની મુશ્કેલી વધવા લાગી અને મુશીબતોનો રેલો પ્રજાના પગ નીચે તો ઠીક પણ ઘરના ચુલા સુધી પહોચી જતા પ્રજામાં આક્રોશ ફેલાવા લાગ્યો. જેમાં અનેક રાજ્યોમાં વાવાઝોડું બની ગયો છે….!! અને જે-તે સરકારો એ વાવાઝોડાને ખાળવા કાયદાકીય હથિયારનો ઉપયોગ કરી લોકોનો રોષ દાબવામાં સફળ થઇ પરંતુ આગ પછીના અંગારા લોકોના મનમાં ઘર કરી ગયા છે. જે નેતાઓને દેખાતા નથી તે એક નક્કર હકીકત છે.
ભાજપના વરિષ્ઠ નેતાઓ યશવંત સિંહા અને શત્રુધ્નસિન્હાને સરકારની ભુલો બતાવી આમ લોકોની મુશ્કેલીઓનું જાહેરમાં પ્રતિપાદન કર્યું અને લોકો ખુશ થયા તો કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને ભાજપાની જુઠી વાતો-વચનોનો જાહેરમાં પર્દા ફાશ કરી દીધો. તેમણે કહ્યું કે સતા મળવાની નથી તેમ માની ભાજપાએ ચૂંટણીઓમાં એવા ભરમાળ વચનો આપ્યા કે જેનો અમલ જ ન થઇ શકે “વચને શું કીમ દરિદ્રતા” એ નીતિ અખત્યાર કરી અને કહેવત છે ને કે બગાસું ખાતા મોમાં પતાસું આવી ગયું તેમ ભાજપાને સતા મળી ગઈ ભારતની પ્રજા ભોળી છે તેને બેફામ વચનો આપી જથ્થાબંધ વોટ મેળવી લીધા અને સતા પ્રાપ્ત કરી લીધી પણ ભાજપા આમ પ્રજાને તેની મુશ્કેલીઓ તેના પ્રશ્નો બધું જ ભૂલી ગયો પરંતુ પ્રજાને આપેલા ચુંટણી વચનો ભૂલાવવા એક પછી એક નિર્ણયો લેવાતા ગયા અને લોકોને તેમાં ઘૂમતા રાખ્યા પણ પ્રજા હવે જાગી ગઈ છે, સમજુ થઇ ગઈ છે તે સાથે મોકાની રાહ જાઇને બેઠી છે પણ ગડકરીજી…..આભાર, યશવંતજી, શત્રુધ્નજી આપનો આભાર…..કે આપે સત્ય સ્વિકારીને ગાંધી પથ પર ચાલતા થયા…….!!

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY