મુંબઈ,તા.૧૩
આ સમય ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ માટે ઉત્સવ સમાન છે. કારણ કે ટીમ ઇન્ડિયાના બે દિગ્ગજ ખેલાડી પિતા બનવાના છે. એક અગ્રણી સમાચાર પત્રના અહેવાલ અનુસાર ભારતીય વન ડે ટીમના ઉપ કેપ્ટન રોહિત શર્મા અને ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર ખુબ જ જલ્દી પિતા બનવાના છે. ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, રોહિત શર્માએ ડિસેમ્બર ૨૦૧૫માં રિતીકા સાજદેહ સાથે લગ્ન કર્યા હતાં. લગ્ન પહેલા બંન્ને લગભગ ૬ વર્ષ સુધી એક-બીજાને જાણતા હતાં. આ દરમિયાન બંન્ને પ્રોફેશનલ રીતે મળતા હતાં.
કારણ કે, ત્યારે રિતિકા સ્પોર્ટસ ઇવેન્ટ મેનેજર તરીકે કામ કરતી હતી. સાથે જ તે રોહિત શર્માની પર્સનલ મેનેજર પણ હતી. રોહિતે રિતિકાની બોરિવલી સ્પોર્ટસ ક્લબમાં પ્રપોઝ કર્યુ હતું. ત્યારથી આ કપલ ક્રિકેટ પ્રસશંકોનું ફેવરેટ કપલ બની ગયુ છે. ત્યાં જ વાત કરીએ ભુવનેશ્વર કુમારની તો તે પોતાની પત્ની સાથે લગ્ન પહેલા કેટલાક દિવસો સુધી રિલેશનશિપમાં રહ્યા હતાં. બંન્નેએ ૨૩ નવેમ્બર ૨૦૧૭માં લગ્ન કર્યા હતાં.
પોતાના સંબંધ વિશે વાતચીત કરતા ભુવનેશ્વર કુમારે કહ્યું હતું,’હું તેમને બાળપણથી ઓળખુ છું. અમે એક જ કોલોનીમાં રહેતા હતાં. અમે એક-બીજાને ૧૨-૧૩ વર્ષની ઉંમરથી ઓળખીએ છીએ. બીજી વસ્તુંએ છે કે, અમે એક-બીજાની બગલમાં રહેલા હતાં. એ એવું હતું કે જા બું પથ્થર ફેંકુ તો તેના ઘરમાં જઇને પડે. અમારા માતા-પિતાએ થોડો સમય લીધો પણ તેઓ માની ગયાં.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




