નેત્રંગ:
નેત્રંગના થવા આશ્રમ ખાતે મહાત્મા ગાંધી મેળાનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું.
નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગ્રામ નિમૉણ કેળવણી મંડળ સંચાલીત થવા આશ્રમ ખાતે મહામ્મા ગાંધી-સવૉદય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેનું મુખ્ય કારણ ગાંધી વિચારના આદશૉ અને કર્તવ્યોને વરેરી આ સંસ્થાને પણ ૫૦ વર્ષ પુર્ણ ના ભાગરૂપે ગાંધી મેળાનું આયોજન કરાયું હતું.
જેમાં બ્લડડોનેશન કેમ્પ, કૃષિલક્ષી ઓજારોના વિવિધ સ્ટોલ અને દિવ્યભવ્ય ગાંધી સાહિત્યની વિવિધ દુકાનોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જયારે થવા આશ્રમ શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓએ ગાંધીના જીવનચરિત્ર પર વ્યાખ્યાન આપ્યા હતા, જ્યારે ઝઘડીયા પ્રાંત અધિકારી વરૂણ બરનવાલે પણ ઉપસ્થિત વિધાર્થીઓને જીવનઉપયોગી માર્ગદર્શન શાનદાર દાંડીયાત્રાનું કાઢવામાં આવી હતી,જે સમગ્ર વિસ્તારમાં આકષઁણનું કેન્દ્ર બન્યું હતુ.
જે પ્રસંગે ઝઘડીયા પ્રાત અધીકારી વરૂણ બરનવાલ,ગુજરાત વિધાપીઠના અનામિકભાઇ શાહ,રોટરી ક્લબ ઓફ મુંબઇના ગવનઁર પ્રફુલભાઇ શાહ, માનસીંગ માંગરોલા સહિત શિક્ષકગણ અને મોટીસંખ્યામાં વિધાર્થીઓ જોડાયા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"