ભર બજારે બોડીગાર્ડે જજની પત્ની અને પુત્ર પર ગોળીઓ વરસાવી, બન્નેનું મોત

0
14

ગુરુગ્રામ,તા.૧૪
ગુરુગ્રામમા શનિવારે ભરબપોરે એડિશલ સેશન્સ જજ કૃષ્ણકાંતની પત્ની અને પુત્રની તેમના જ સુરક્ષા ગાર્ડે બજારની વચોવચ્ચે ગોળીઓ વરસાવી હતી. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી પત્ની અને પુત્રને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હોસ્પીટલમાં સારવાર દરમિયાન રવિવારે જજની પત્ની રિતુ ગર્ગ અને પુત્ર ધ્રૂવ ગર્ગનું મોત થયું હતું.
ગુરુગ્રામની સાઉથ સિટી-૨માં ભરબપોરે ૩.૩૦ વાગ્યે આરોપી હેડ કોન્સટેબલ મહિપાલે જજની પત્ની અને પુત્રને ગોળી મારી હતી અને બાદમાં ફોન કરીને જજને આ ઘટના અંગે જાણ કરી હતી. તે સમયે જજ કૃષ્ણકાંત અન્ય જજ સાથે મીટિંગમાં હતા. સપ્તાહના અંતમાં બજારમાં અત્યંત ભીડ હોય છે અને રોડ પર ટ્રાફિક પ્રમાણમાં પણ વધુ હોય છે. આરોપીએ માતા-પુત્રને ગોળી મારી ગાડી લઇને જતો રહ્યો હતો. જાકે પોલીસ ગુડગાંવ-ફરીદાબાદ માર્ગ પરથી ધરપકડ કરી છે.
પોલીસે સુરક્ષાગાર્ડ મહિપાલની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી હરિયાણા પોલીસે એસઆઇટીની રચના કરી છે. ડીસીપી સુલોચના ગજરાજના નેતૃત્વ હેઠળ બનેલી આ એસઆઇટીમાં ૨ એસીપી અને ૪ ઇન્સેપેક્ટર સામેલ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY