ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સમગ્ર જિલ્લામાં દારૂ જુગાર ની બદી ને નેસ્ટનાબુદ કરવાની મુહિમ ના અનુસંધાને આજે જિલ્લા એલસીબી પીઆઇ તરડે ની સૂચના મુજબ એલસીબી ની ટીમે બી ડીવી. ના બહુચર્ચિત બેખોફ સટ્ટાકિંગ સબ્બો એ ત્યાં છાપો મારતા વરલી મટકા ના સાહિત્ય સહિત ચાર શખ્સો ની અટક કરી 7480 ની રકમ નો મુદ્દામાલ ઝડપી પાડતા બી ડીવી.પોલીસ સહિત બુટલેગરો માં ફફડાટ ફેલાયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ એલસીબી એ છાપો માર્યો હતો પણ બાતમી લીક થતાં નીલ પંચનામું થયેલ પણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એલસીબી ની ટિમ માં ધરખમ ફેરફાર કારતાજ આજ ની આ સબ્બો ને ત્યાં ની રેડ માં સફળતા મળી એમ કહેવામાં અતિશયોક્તિ નથી ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક ની ગાજ બી ડીવી.પોલીસ ના ડી.સ્ટાફ પર વરસે તો નવાઈ નહીં.હાલ આ કેસ માં કુખ્યાત સબ્બો વોન્ટેડ જાહેર થયેલ છે જ્યારે પકડાયેલ ચાર ઈસમો ને બી.ડીવી.ને હવાલે કરેલ છે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




