મુંબઈ,તા.૧૭
ટેસ્ટ ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર સદી ફટકારીને પ્રવેશ કરનારો પૃથ્વી શા વન ડે શ્રેણીમાં પણ ઓપનર તરીકે રમતો જાવા મળી શકે છે. રિપોર્ટ પ્રમાણે ટીમ મેનેજમેન્ટ ૨૦૧૯ના વર્લ્ડકપ પહેલા ઓપનિંગના વિવિધ વિકલ્પો શોધવા માંગે છે.
શિખર ધવન અને રોહિત શર્માની જાડી ઓપનર્સ તરીકે ભારતની નંબર ૧ જાડી છે. સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટ સિનિયર પ્લેયર્સને ફ્રેશ રાખવા માટે શાને અજમાવી શકે છે. આ અંગે ગત સપ્તાહે સિલેક્ટર્સ, કેપ્ટન વિરાટ કોહલી, કોચ રવિ શાસ્ત્રી, રોહિત શર્મા અને અજિંકિય રહાણેની યોજાયેલી મીટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી.
માહિતી પ્રમાણે, વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ખેલાડીઓને કેવી રીતે વારાફરતી આરામ આપવો તે મહત્વનું છે. આમ કરવાથી ખેલાડીઓને સંભવિત ઈજાથી બચાવી શકાય છે. આ કારણે જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમીને વારાફરતી ટીમની અંદર-બહાર કરવામાં આવતા રહે છે.
પૃથ્વી શાએ ૨૨ ફર્સ્ટ ક્લાસ મેચમાં ૪૨.૩૩ની સરેરાશથી ૯૩૮ રન નોંધાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ ૧૨૧.૫૩ રહ્યો છે. ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ૨૧ ઓક્ટોબરથી પાંચ મેચની વન ડે શ્રેણીનો પ્રારંભ થશે.
ટેસ્ટ કરિયરની પ્રથમ શ્રેણીમાં જ મેન ઓફ ધ સીરિઝનો એવોર્ડ જીતીને તે સૌરવ ગાંગુલી, રોહિત શર્મા, અશ્વિનની ક્લબમાં સામેલ થયો હતો. આઈપીએલમાં તે દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




