ન્યુ દિલ્હી,તા.૧૭
તહેવારનાં સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને આગામી બે મહિનામાં ચાર મોટા તહેવારો આવે છે. દેખીતી વાત એ છે કે આ તહેવારો પર તમામ બૅન્કોમાં રજાઓ રહેશે. બેંકના બંધ રહેવાથી લોકો દિવાળી-દશેરા સિવાય ઇદ-એ-મિલાદ અને ગુરૂ તેગ બહાદુરજીના શહીદ દિવસ પર કેશની મોટી તકલીફ થશે.
આરબીઆઇ વેબસાઇટ મુજબ, આૅક્ટોબર મહિનામાં ગુરુવાર ૧૮ તારીફથી લઈને રવિવાર ૨૧ તારીખ સુધીમાં બેંકો બંધ રહેશે. જાકે ઘણા રાજ્યોમાં શનિવાર ૨૦ આૅક્ટોબરે બેંક ખુલ્લી રહેશે. આ રીતે ૧૮, ૧૯ અને ૨૧ આૅક્ટોબરમાં બેંકમાં રજા રહેશે.
નવેમ્બરનાં પહેલા અઠવાડિયામાં જ દિવાળીની ઉજવણી ૫ થી શરૂ થશે. ૫ તારીખે ધન તેરસ, ૬એ ચૌદશ, ૭ એ દિવાળી, ૮ એ નવું વરસ અને ૯ એ ભાઈદૂજ છે. તો વળી ૧૦ અને ૧૧ નવેમ્બર શનિવાર અને રવિવાર છે. આ રીતે ઘણા રાજ્યોમાં ૫ થી લઇને ૧૧ સુધી રજા રહેશે. જે રાજ્યોમાં દિવાળીની તહેવારની અસર નથી, તે દક્ષિણ ભારત અને ઉત્તર-પૂર્વના રાજ્ય છે. ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતમાં આ દરમિયાન બૅન્કો પણ કામ કરશે નહીં. તે જ મહિનાના અંતમાં ૨૩ નવેમ્બરે ઇદ-એ-મિલાદ અને ૨૪ ને ગુરૂ તેગ બહાદુરજીનો શહીદી દિવસ છે.
આજકાલ એટીએમમાં પણ કેશની તકલીફ થઈ શકે છે. તેથી તમારે પૂરતી કેશની વ્યવસ્થા પહેલાથી કરવી પડશે, જેથી આગળ કોઈ પણ પ્રકારે કોઈ મુશ્કેલી ઊભી ન થાય. જાકે, બૅન્કના પક્ષે કહ્યું છે કે તહેવારના સમયે છ્સ્માં કેશની સમસ્યા નહીં થાય. તેના માટે પહેલાથી વ્યવસ્થાપન કેશ વ્યવસ્થાપકોને છ્સ્માં પૈસા નાખવા માટે કહેવામાં આવે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




