દિલ્હીમાં પેટ્રોલ ૨૧ પૈસા અને ડીઝલ ૧૧ પૈસા સસ્તું, ૧૨ દિવસ બાદ ઘટ્યા ભાવ

0
16

ન્યુ દિલ્હી,તા.૧૮
દશેરાના દિવસે લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. આજે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં અઢી રૂપિયાનો ઘટાડો કર્યો હતો. પરંતુ છેલ્લા ૧૨ દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવને કારણે જનતાને ભાવવધારો ચૂકવવો પડતો હતો.
જેથી તેલ કંપનીઓએ ૧૨ દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા કર્યા છે. ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલ ૨૧ પૈસા સસ્તું થયું છે. અહીં ભાવ ૮૨.૬૨ રૂપિયા થઈ ગયો છે. ડીઝલનો ભાવ ૧૧ પૈસા ઘટી ૭૫.૫૮ રૂપિયા થઈ ગયો. આ પહેલા ૫ ઓક્ટોબરે પેટ્રોલ-ડીઝલ સસ્તા થયા હતા, જ્યારે સરકારે એક્સાઇઝ ડ્યૂટી ૧.૫ રૂપિયો ઘટાડ્યો અને તેલ કંપનીઓએ ૧ રૂપિયો ઓછો કર્યો હતો. ગુજરાત સહિતના અનેક રાજ્યોએ પણ રૂ.૨.૫નો ઘટાડો જાહેર કર્યો હતો.
આજે પેટ્રોલ-ડિઝલના ભાવ
– દિલ્હીમાં પેટ્રોલ રૂ.૮૨.૬૨, ડીઝલ રૂ.૭૫.૫૮
– મુંબઈમાં પેટ્રોલ રૂ.૮૮.૦૮, ડીઝલ રૂ.૭૯.૨૨
– અમદાવાદમાં પેટ્રોલ રૂ.૭૯.૭૧, ડીઝલ રૂ.૭૮.૮૯
– સુરતમાં પેટ્રોલ રૂ.૭૯.૬૬, ડીઝલ રૂ.૭૮.૯૦
– રાજકોટમાં પેટ્રોલ રૂ.૭૯.૪૭, ડીઝલ રૂ.૭૯.૦૦
– વડોદરામાં પેટ્રોલ રૂ.૭૯.૩૨, ડીઝલ રૂ.૭૮.૬૦
– જામનગરમાં પેટ્રોલ રૂ.૭૯.૫૭, ડીઝલ રૂ.૭૮.૭૯
– છોટા ઉદેપુરમાં પેટ્રોલ રૂ.૭૯.૮૬, ડીઝલ રૂ.૭૯.૧૪
– દાહોદમાં પેટ્રોલ રૂ.૮૦.૪૯, ડીઝલ રૂ.૭૯.૮૬

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY