સુરતની ૧૦ વર્ષીય વિદ્યાર્થીનીએ લખ્યો વડાપ્રધાનને પત્ર, પાકિસ્તાનને આપો જડબાતોડ જવાબ

0
46

સુરત,તા.૧૭
સુરત, પુલવામા આતંકી હુમલામાં શહિદ થયેલા જવાનો માટે દેશમાં ચોતરફ શ્રદ્ધાંજલિ કાર્યક્રમો થયો રહ્યા છે અને પાકિસ્તાનને કરારા જવાબ આપવાની માંગ કરી રહ્યા છે ત્યારે સુરતની નાનકડી ૧૦ વર્ષીય વિદ્યાર્થીનીએ વડાપ્રધાનને પત્ર લખીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની રજુઆત કરી છે.
સુરતના પુણા વિસ્તારમાં રહેતા દિપક સોનીની ૧૦ વર્ષીય પુત્રી મનાલીએ ૪૪ જવાનોની શહીદી થી વ્યથિત થઈને શનિવારે એક પત્ર લખી નાખ્યો અને પીએમઓ અડ્રેસ પર પોસ્ટ કરી દીધો. માનળીએ કહ્યું કે ટીવી પર શહિદ પરિવારોનું દુઃખ જાઈને ખૂબ દુઃખ થયું.
ભારતના જવાનોને મારવાવાળાને મારવા જ જાઈએ.. એટલે મેં મોદી અંકલને પત્ર લખ્યો છે જેથી જલ્દી જલ્દી પાકિસ્તાનના આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપે. અને મને વિશ્વાસ છે કે મોદી અંકલ મારો પત્ર વાંચીને જવાબ મને નહી પાકિસ્તાનને તો આપશે જ. મનાલીએ પત્રમાં ભાગવત ગીતાના સૂત્રનો પણ ઉલ્લેખ કર્યો છે કે બુરાઈને મારવામાં પાપ નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY