રિચા ચડ્ડાએ હિટ વેબ સિરિઝ ઈનસાઈડ એજ-નું શૂટિંગ શરુ કર્યું

0
14

મુંબઈ,તા.૧૮
આગેવાન અભિનેત્રી રિચા ચડ્ડાએ એની હિટ વેબ સિરિઝ ઇનસાઇડ એજની બીજી સીઝનના શૂટિંગનો આરંભ કર્યો હોવાની જાણકારી મળી હતી. તાજેતરમાં એ અમેરિકાથી પાછી ફરી હતી. યુનોની સાધારણ સભામાં એની હિટ ફિલ્મ લવ સોનિયાનું સ્ક્રીનીંગ થયું હતું. કૂમળી વયની બાલિકાઓને વેશ્યાવાડામાં ધકેલવાના આંતરરાષ્ટ્રીય કૌભાંડની કથા લવ સોનિયામાં વણી લેવામાં આવી હતી. રિચાએ પોતે પણ આ ફિલ્મમાં સેક્સ વર્કર કમ સેક્સ વર્કરના દલાલનો રોલ કર્યો હતો. એ માટે એણે મુંબઇના રેડલાઇટ એરિયાની મુલાકાતો પણ લીધી હતી. નવી મુંબઇના ડી વાય પાટિલ સ્ટેડિયમમાં આ સિરિઝના મહત્વ ના કેટલાક પ્રસંગોનું શૂટિંગ થઇ રહ્યું હતું.
થોડી થાકેલી દેખાતી રિચાએ કહ્યું કે મારે સતત દોડાદોડ કરવી પડી હતી કારણ કે એક તરફ યુનોમાં મારી ફિલ્મ લવ સોનિયાનું સ્ક્રીનીંગ હતું અને બીજી સવારે અહીં નવી મુંબઇમાં ઇનસાઇડ એજની બીજી સીઝનનું શૂટિંગ હતું એટલે થેડી ભાગમભાગ થઇ પડી હતી. જા કે મેં શારીરિક અને માનસિક બંને રીતે તૈયારી કરી લીધી હતી કે મારે જરા પણ આરામ લેવો નથી, ભલે જેટ લેગની અસર મારા પર થઇ હોય. એટલે બહુ વાંધો નથી આવ્યો. શૂટિંગ મોકૂફ રખાવવાથી આખી ટીમનું શિડયુલ ખોરવાઇ જાય એમ હતું એટલે મારે નિર્માતાને કોઇ નુકસાન ન થાય એનું ધ્યાન રાખવાનું હતું. પરિણામે જેવી મુંબઇ એરપોર્ટ પર ઊતરી કે તરત નવી મુંબઇ જવા રવાના થઇ હતી.
ઇનસાઇડ એજની બીજી સીઝનમાં રિચા ઉપરાંત વિવેક ઓબેરોય, અંગદ બેદી, વિવેક વીરવાની, સંજય સૂરી અને અન્ય કલાકારો કામ કરી રહ્યાં છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY