રાજપીપળા નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમે આગને કાબુમાં લીધી : લાખોનું નુકસાન
રાજપીપળા : નાંદોદ તાલુકાના પાટણા ગામે એક ગાયો ભેંસોના તબેલામાં આગ લાગતા ઉનાળામાં પશુઓ માટે સંગ્રહિત કરેલા ઘાસચારાના 500 ઘાસના પૂળા બળીને ખાખ થઇ ગયા, તબેલામાં 15 થી વધુ ગાયો ભેંસોનો આબાદ બચાવ થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકાના પાટણા ગામે રહેતા હરેશ ચુનીલાલ વસાવાનો ગામમાં તબેલો આવેલો છે જેમાં ગાયો ભેંસો રાખી પશુપાલનનો વ્યવસાય કરે છે સાંજના અચાનક શોટ સર્કિટ થી એકદમ તણખા ઝરતા આગ લાગી અને તબેલો બળવા લાગ્યો જેમાં ઉપર અને પાછળના ભાગે 500 થી વધુ પૂળા ખેડૂતે પશુઓના ચારામાંટે ખરીદી મૂકી રાખ્યા હતા. જે તમામ પૂળા પણ બળીને ખાખ થઇ ગયા. આગ લાગવાની ઘટના બનતા ગામ આખું ભેગું થયું અને ગાયો ભેંસો બહાર કાઢી લીધા અને પાણીનો છંટકાવ કરી આગ ઓલવવાની કોશિશ કરી પણ આગ કાબુમાં આવી નહિ, ગામના સુનિલ વસાવા એ રાજપીપળા નગરપાલિકામાં ફોન કરી જાણ કરતા તાત્કાલિક નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને ત્રણ કલાકની ઝેહમત બાદ આગને કાબુમાં લીધી હતી, હરેશ ચુનીલાલ વસાવા એ ખરીદેલું લાખોનો ઘાસ ચારો બળીને ખાખ થઇ જતા લાખોનું નુકસાન થયું હતું.આ બાબતે તલાટી અને સરપંચ મળી નુકસાનીનો અહેવાલ તૈયાર કર્યો હતો.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




