દારૂમાં પ્રતિ લિટર રૂ.૩૦ સુધી ટેક્સ લાગવાની તૈયારી દારૂ થશે મોંઘો..!,મહારાષ્ટ્ર સરકાર દારૂ પર ડ્યૂટી વધારવાના મૂડમાં

0
27

મુંબઈ,તા.૧૯
આપણું પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં દારૂ ઉપર ડ્યૂટી વધારવાનો વિચાર કરી રહી છે. જા આ અમલી બનશે તો મહારાષ્ટ્રમાં દારૂ ભારે મોંઘો થઇ જશે. સ્વાભાવિક જ તેની આડકતરી અસર ગુજરાતના શોખીનો ઉપર થશે.
પ્રાપ્ત જાણકારી અનુસાર દારૂ ઉપર પ્રતિ લિટર રૂ. ૩૦ની ડ્યૂટી નાખવાનું સરકાર વિચારી રહી છે. આ કારણે મહારાષ્ટ્રમાં દારૂ મોંઘો થઇ જશે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે એવા સમાચાર આવ્યા હતા કે મહારાષ્ટ્ર સરકાર દેશમાં બનેલી વિદેશી શરાબ (ઇન્ડિયન મેડ ફોરેન લિકર- આઇએમએફેલ) ઉપર પણ આબકારી જકાત વધારવાનું વિચારી રહી છે
મહારાષ્ટ્રમાં આઇએમએફેલના દરો અંગે ૨૦૧૩માં સમીક્ષા કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેના ઉપર વધારો કરવાનો વિચાર હતો.
આ અગાઉ સામાજિક કાર્યકરોની કડક ટીકાનો ભોગ બનનારી મહારાષ્ટ્ર સરકારે રવિવારે દારૂની હોમ ડિલિવરી કરવાની તેની યોજના પર પીછેહઠ કરી હતી. આ પૂર્વે નશાની હાલતમાં ડ્રાઇવિંગના વધતા કિસ્સાઓને રોકવા માટે મહારાષ્ટ્ર સરકારે દારૂની હોમ ડિલિવરી કરવાની યોજના બનાવી હતી. જા આવું થાત તો કદાચ મહારાષ્ટ્ર આ પ્રમાણે કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની જાત!

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY