હું કિયારેય ખરાબ મૂડમાં નથી હોતી : જેકલીન ફર્નાન્ડીઝ

0
34

મુંબઈ,તા.૨૦
બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝે તેની કારકિર્દી દરમિયાન ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું. કેટલીક ફિલ્મો હિટ ગઇ તો કેટલીક ફ્લોપ, જાકે ફિલ્મો ફ્લોપ જવાથી જેકલીન પરેશાન થતી નથી. તે કહે છે કે હું આટલાં વર્ષની મારી સફરને અનોખી માનું છું. જ્યાં સુધી સફળતાની વાત છે તો મહેનત કરવાથી સફળતા મળે છે. ફિલ્મો પણ મહેનતથી જ હિટ થાય છે.
ફિલ્મો ફ્લોપ પણ જાય છે. આવા સંજાગોમાં હું કિયારેય ફિલ્મ હિટ કે ફ્લોપ થવાથી ખુશ કે પરેશાન થતી નથી. મારું માનવું છે કે આપણે આપણું કામ સમર્પણ સાથે કરવું જાઇએ. જેકલીન પોતાની પોઝિટિવિટી માટે પણ જાણીતી છે. જ્યારે જેકલીનને તેની પોઝિટિવિટીનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે રાઝ તો મને પણ ખબર નથી.
મોટામાં મોટી પરેશાની છતાં પણ હું ખુદને સંભાળી લઉં છું. ફિલ્મો ચાલે કે ન ચાલે અથવા મને કોઇ ફિલ્મમાંથી બાકાત કરવામાં આવે કે પછી મારો કોઇ પર્સનલ પ્રોબ્લેમ હોય, હું દરેક પ્રોબ્લેમને પોઝિટિવલી હેન્ડલ કરું છું. ઘણી વાર લોકોને લાગે છે કે હું ફેક છું, પરંતુ આ પોઝિટિવિટીથી મને ખુશ રહેવામાં મદદ મળે છે. આ જ કારણ છે કે તમે મને કિયારેય ખરાબ મૂડમાં નહીં જુઓ.
જેકલીનને હંમેશાં એવું પૂછવામાં આવે છે કે તે કિયારે લગ્ન કરશે તો તે કહે છે કે હું પણ દરેક છોકરીની જેમ લગ્ન કરીને સેટલ થવા ઇચ્છું છું. મારી પણ ઇચ્છા છે કે કોઇ એવી વ્યકિત મને મળે, જેની સાથે હું સમગ્ર જિંદગી વીતાવી શકું, પરંતુ હજુ એવી કોઇ વ્યકિત મળી નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY