મુંબઈ,તા.૨૨
તનુશ્રી દત્તાએ #Me Too કેમ્પેઈંગ હેઠળ નાના પાટેકર પર છેડતીનો આક્ષેપ કર્યો હતો. હવે તનુશ્રીએ તેના વિશે કહેવાયેલી ટિપ્પણી પર રાખી સાવંત વિરુદ્ધ માનહાનીનો કેસ કર્યો છે.
રાખી સાવંતે કહ્યું કે તનુશ્રી ડ્રગ્સ લઈને પોતાની વાનમાં પડી હતી. તેનું ગીત નાનાના કહેવા પર મારે કરવું પડ્યું હતું. તનુશ્રી દત્તાએ રાખી સાવંત વિરુદ્ધ માનહાનીનો કેસ કરવાની સાથે ૧૦ કરોડ રૂપિયાની માંગણી કરી છે.
થોડા દિવસ પહેલા એક ઈન્ટરવ્યુમાં રાખી સાવંતે કહ્યું હતું કે મેં હોર્ન ઓકે પ્લીઝના ગીતમાં તનુને રિપ્લેસ કરી હતી. તનુએ ફિલ્મના ગીતને શૂટ કર્યું હતું પરંતુ અધવચ્ચે છોડી દીધું. ત્યાર બાદ મારી ઉપર કોડિયોગ્રાફર ગણેશ આચાર્યનો ફોન આવ્યો તેમણે કહ્યું કે તું સેટ પર આવી જા. ગીત કરવાનું છે. રાખીએ કહ્યું કે તેની વાત સાંભળીને હું હેરાન થઈ ગઈ. કેમ કે અચાનક કયુ ગીત કરવાનું આવ્યું.
ગણેશ આચાર્યએ કહ્યું કે રાખી ગીત મેં બનાવ્યું છે તું આવી જા. અત્યારે જ ગીત શૂટ કરવાનું છે. રાખીએ કહ્યું મારી પાસે નાના પાટેકરનો પણ ફોન આવ્યો. તેઓ કહેવા લાગ્યા કે તું ગીત કરી દે.
જ્યારે મેં આ સાંભળ્યું ત્યારે હું ત્યારે હું તરત જ સેટ પર પહોંચી. સેટ પર પહોંચ્યા બાદ મને જાણવા મળ્યું કે તે ગીત તનુશ્રીનું છે તે આ ગીતને થોડું સૂટ કરી દીધી છે, પરંતુ તે હવે કોઓપરેટ કરી રહી નથી. અત્યારે તે વેનિટી વાનમાં છે. બધાના બોલાવવા તે બહાર આવી રહી નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





