૯૨ ટકા કર્મચારીઓ પૂરતી નિંદર માણી શકતા નથી : સર્વે

0
13

ટાક્યો,તા.૨૪
વર્તમાન સમયમાં કર્મચારીઓ પર વર્કલોડ એટલો નાખવામાં આવ્યો છે જેના કારણે તેમની જીવનશૈલીમાં નિંદર ઓછી થઈ ગઈ છે. જેને અસર તેના સ્વાસ્થ્ય પર પડે છે. જેના કારણે તેનુ પરફોર્મન્સ ખરાબ થઈ રહ્યું છે અને કંપનીને તેટલો નફો નથી થઈ રહ્યો. તાજેતરમાં જાપાનમાં થયેલા એક સર્વે અનુસાર ૨૦ વર્ષ કરતા વધુ ૯૨ ટકા કર્મચારીઓએ એ વાતનો સ્વિકાર કર્યો કે તે પુરતી નિંદર નથી કરી શકતા. અમુક કંપનીઓએ તેનો રસ્તો કર્યો છે.
એક કંપની સુવા માટે કર્મચારીઓને રિવોર્ડ પોઈન્ટ પણ આપી રહી છે. જે પછી તેને પોઈન્ટ અનુસાર રૂપિયા પણ આપવામાં આવે છે. જાપાનની કંપની ક્રેજી ઈંકના કાજુહિકો મોરિયામાનુ કહેવુ છે કે જા કંપનીના કર્મચારીને સારો આરામ મળે છે તો તે બિઝનેસ માટે ફાયદાકારક છે. તેઓ આરામ માટે પોતાના કર્મચારીને વળતર પણ ચુકવી રહ્યા છે. આ કંપનીનો જે કર્મચારી રાત્રે અઠવાડિયામાં પાંચ દિવસ છ કલાક સુવે છે તો કંપની તેને પોઈન્ટ આપે છે.
જેને તે એવોર્ડ મળે છે તે કંપનીના કાફેટેરિયામાં જઈને પોઈન્ટના બદલામાં વર્ષમાં ૬૪ હજાર યેનનુ ભોજન કરી શકે છે. રાત્રે આરામના સમયને ટ્રેક એપના માધ્યમથી કરવામાં આવે છે. જેને મેટ્રેસ બનાવનાર કંપની એયરવીવી ઈંક નામની કંપનીએ બનાવી છે. સર્વેમાં જણાવવામાં ક્રેજી ઈંક વિશે જણાવ્યુ છે કે કંપની તેના કર્મચારીઓને સ્લીપ ઈન્સેટીવ થી લઈને સારૂ ભોજન, શારિરિક વ્યાયામ, સકારાત્મક વાતાવરણ આપવાની કોશિશ કરે છે. તેમજ કંપની રેગ્યુલર બેઈઝ પર રજા પર જાવાની તક આપે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY