વિનોદ કાપડીની ફિલ્મ પીહૂનું ટ્રેલર રિલિઝ

0
23

મુંબઈ,તા.૨૪
વિનોદ કાપડીની ફિલ્મ ‘પીહૂ’ (pihu)નું ટ્રેલર રિલીઝ થયુ છે. જેને જાઇને ભલભલાના પસીની છુટી જાય છે. રોની સ્ક્રૂવાળા, સિદ્ધાર્થ રોય કપૂર અને શિલ્પા ઝિંદલ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મ એવી બાળકીની ફિલ્મ છે જે પોતાના ઘરમાં એકલી જ રહે છે. ૨ મિનિટ ૫ સેકન્ડના આ વીડિયોમાં તમે એક પલ પણ નજર નહી હટાવી શકો. તમારો શ્વાસ અટકી જશે.
ટ્રેલરમાં બે વર્ષની નાનકડી બાળકી( પીહૂ માયરા વિશ્વકર્મા) એકલી દેખાઈ રહી છે. જે પોતાની જાતને કિયારેક ફ્રીઝમાં બંધ કરે છે તો કિયારેક ગેસ ચાલુ કરી દે છે, તો કિયારેક ગરમ ઈસ્ત્રી પાસે પહોંચી જાય છે. તેની મા બેડ પર અચેત અવસ્થામાં પડી છે. આ બાળકી વારંવાર પોતાની માતાને જગાડવાના વ્યર્થ પ્રયાસો કરે છે. તમારૂ દિલ ટ્રેલરના અંતમાં ધબકારો ચુકી જશે જ્યારે તે બાલ્કનીમાં રેલિંગ પર ચડી જાય છે.
આપને જણાવી દઈએ કે આ એક સોશિયલ થ્રિલર ફિલ્મ છે. જે ખુબજ ચર્ચામાં છે. એવુ કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ એક સત્યઘટના પર આધારિત છે. આ ફિલ્મ પહેલા જ કેટલાક એવોર્ડ મેળવી ચુકી છે. આ ફિલ્મ આગામી ૧૬ નવેમ્બરે રિલીઝ થવાની છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY