દેશી દારુનો ધંધો કરતા માતા-પુત્રએ મહિલા કોન્સ્ટેબલ સહિત બે પોલીસકર્મી પર કર્યો હુમલો

0
9

જામનગર,તા.૨૪
જામનગર જિલ્લાના જામ જાધપુર પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલ સહિત બે જવાન પર માતા-પુત્રએ હુમલો કરી, ઇજા પહોંચાડી ફરજમાં રુકાવટ કર્યાની ફરિયાદ નોંધાઇ છે. દેશી દારૂ સંબંધીત પોલીસની કાર્યવાહી દરમિયાન માતા-પુત્રએ પોલીસ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
જામજાધપુર પોલીસ દફતરમાં ફરજ બજાવતા વેજીબેન ભીખાભાઇ અને સત્યજીતસિંહ વાળા સહિતના સ્ટાફે ગઇકાલે રાત્રે નવેક વાગ્યાના સુમારે રેલવે સ્ટેશનની સામેના ભાગે બાલવા ફાટક પાસે દેશી દારૂ સંબંધીત દરોડો પાડ્યો હતો. પુનીબેન ભારાભાઇ મેઘાભાઇ જાગાણી નામના મહિલાના ઘરે પાડવામાં આવેલા દરોડા દરમિયાન પુનીબેન અને તેના પુત્ર કિશોરે પોલીસ સ્ટાફની ફરજમાં રૂકાવટ કરી હતી. પોલીસ તેમના વિરૂÎધ કોઇ કાર્યવાહી નહીં કરે તે હેતુસર માતા-પુત્રએ ખોટા કેસમાં ફીટ કરી હેરાન પરેશાન કરી અહિં નોકરી કરવા નહી દઇ એવી ધમકી આપી મહિલા કોન્સ્ટેબલના પગના અને શરીરના ભાગે મુંઢ ઇજા પહોચાડી હતી. જ્યારે કોન્સ્ટેબલ વાળાને આરોપી કિશોરે ધકકો મારી પછાડી દઇ હથેળીના ભાગે ઇજા પહોચાડી હતી. બન્ને આરોપીઓ નાસી ગયા હતાં. આ બનાવ અંગે વેજીબેને માતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવતા ઇન્ચાર્જ પીઆઇ પરમાર સહિતના સ્ટાફે બંનેની શોધખોળ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY