ન્યુ દિલ્હી,તા.૨૪
પેટ્રોલના ભાવમાં સતત સાતમાં દિવસે ઘટાડો નોંધાયો છે, પરંતુ ડીઝલની કિંમતોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. બુધવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૯ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, ઘટાડો બાદ દિલ્હીમાં પેટ્રોલ ૮૧.૨૫ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૭૪.૮૫ રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે. ૭ દિવસોમાં દિલ્હીમાં પેટ્રોલ ૧.૫૮ પૈસા પ્રતિ લીટર સસ્તું થયું છે. તે દરમિયાન ડીઝલમાં ૮૪ પૈસાની રાહત મળી છે. રૂપિયામાં રિકવરી અને ફ્રૂડ ઓઈલ સસ્તુ થતાં પેટ્રોલના ભાવમાં સતત સાતમાં દિવસે બુધવારે ઘટાડો જાવા મળ્યો છે. જા કે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર જાવા મળ્યો નથી.
બુધવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૦.૦૯ પૈસાના ઘટાડા સાથે ? ૮૧.૨૫ પ્રતિ લીટર થયા છે, જ્યારે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર ના થતા મંગળવારની જેમ ? ૭૪.૮૫ પ્રતિ લીટર જાવા મળ્યા છે. દિલ્હી સિવાય મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા છે.
મુંબઈમાં પેટ્રોલના ભાવમાં ૦.૦૮ પૈસાનો ઘટાડો થયો છે ત્યારબાદ પેટ્રોલના ભાવ ૮૬.૭૩ પ્રતિ લીટર થયા છે. ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો નથી નોંધાયો. આથી તેની કિંમત મંગળવારની જેમ ? ૭૮.૪૬ પ્રતિ લીટર રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



