ચંદીગઢ,તા.૨૪
ચંદીગઢ હાઇકોર્ટે બળાત્કાર દોષી નિશાંત સિંહ અને તેની માતા નવજાત કૌર પર લગાવવામાં આવેલો ૯૦ લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવા માટે તેમની સંપંત્તિ વેચવા જઈ રહી છે. આ નીલામી ફરીદકોટ જિલ્લા પ્રશાશન ૨૯ ઓક્ટોબરે કરશે. આપણે જણાવી દઈએ કે પંજાબ-હરિયાણા હાઇકોર્ટ દ્વારા રેપ મામલે દોષી આ વ્યક્તિ પર ૯૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જિલ્લા પ્રશાશન અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે નિશાંત અને તેની માતાની સંપત્તિનું મૂલ્યાંકન કરી લેવામાં આવ્યું છે.
તેમની પાસે ૩.૫ એકડ ખેતી જમીન છે જયારે ૧.૫ એકડ રહેઠાણ જમીન છે. તેને વેચીને પ્રશાશન પીડિતા અને તેના પરિવારને દંડની રકમ આપશે. ૩૧ ઓગસ્ટ ૨૦૧૮ દરમિયાન જસ્ટિસ એબી ચૌધરી અને જસ્ટિસ ઈંદ્રજિત સિંહ ની ડબલ બેન્ચે નિશાંત અને તેની માતા પર ૫૦ લાખ રૂપિયા રેપ પીડિતાને આપવા અને ૨૦-૨૦ લાખ રૂપિયા પીડિતાના માતા-પિતાને આપવા માટે જણાવવામાં આવ્યું. કોર્ટ દ્વારા ફરીદકોટ જિલ્લા પ્રશાશનને આદેશ આપ્યો હતો કે આરોપીની સંપત્તિને જપ્ત કરીને પીડિતાને ભરપાઈ કરવામાં આવે.
અદાલતે પ્રશાશનને આદેશ આપ્યો છે કે ૧૦ અઠવાડિયામાં સંપત્તિ જપ્ત કરીને તેને વેચવાની પ્રક્રિયા પુરી કરવામાં આવશે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલી ખબર અનુસાર ફરીદકોટ ડેપ્યુટી કમિશ્નર રાજીવ પરાશર દ્વારા જણાવવામાં આવ્યું કે સંપત્તિને નીલામ કરવા માટે ૨૯ ઓક્ટોબર તારીખ નક્કી કરવામાં આવી છે. રાજીવ પરાશર દ્વારા જણાવવામાં આવ્યું કે જનતા નિલામીમાં શામિલ થઇ શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




