અમેરિકામાં વ્યકિતની ખૂલ્લી કિસ્મત : લોટરી ટિકિટ પર ૧.૫ અબજ ડોલરનો જેકપોટ જીત્યો

0
5

વાશિંગ્ટન,તા.૨૫
અમેરિકામાં એક વ્યકિતએ એક લોટરી ટિકિટ પર ૧.૫ અબજ ડોલરનો જેકપોટ જીત્યો છે. અમેરિકામાં લોટરીથી જીતવાની આ બીજા નંબરની સૌથી મોટી રકમ છે. આયોજકોએ આ જાણકારી બુધવારે આપી છે.
લોટરીમાં ઈનામની રકમ જીતવાની જાહેરાત કરનાર કંપની મેગા મિલિયન્સે પોતાની વેબસાઈટ પર જણાવ્યું છે કે, દક્ષિણ કેરોલિનામાં આ ટિકિટ વેચવામાં આવી હતી, પરંતુ વેજેતાની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.
મેગા મિલિયન્સે જાકે, પહેલા જણાવ્યું હતું કે, આ વ્યકિતએ ૧.૬ અબજ અમેરિકન ડોલરનો જેકપોટ જીત્યો છે, પરંતુ બાદમાં તેમાં સુધાર કરીને આમાં ૧.૫૩૭ અબજ ડોલર કર્યું.
પોવરબોલ લોટરીના જેકપોટ દ્વારા ૨૦૧૬માં ૧.૫૮૬ અબજ ડોલર જેકપોટ મળ્યો હતો, જેને ત્રણ ટિકિટ પર વહેચવામાં આવ્યા હતા. આ રીતે આ બીજા નંબરનું સૌથી મોટુ ઈનામ છે. વિશેષ મેગા બોલ દ્વારા મંગળવારની રાત્રે ૬ વિજેતા નંબર ડ્રોમાં નિકળ્યા જે ક્રમશઃ ૫, ૨૮, ૬૨, ૬૫, ૭૦ અને ૫ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY