સબરીમાલા ચુકાદા સામે ટીડીબી સુપ્રીમમાં સમીક્ષા અરજી નહીં કરે

0
4

તિરુવનંતપુરમ્‌,તા.૨૫
સુપ્રીમ કોર્ટના સબરીમાલા મંદિર સંબંધી આદેશ સામે ભગવાન અય્યપ્પા મંદિરના કર્તાહર્તા ટીડીબી સમીક્ષા માટેની અરજી નહીં કરે. ટીડીબીએ સુપ્રીમ કોર્ટના બધી વયની મહિલાઓને મંદિરમાં પ્રવેશ માટે આપેલા આદેશની વિરુદ્ધમાં અપીલ ન કરવાનો નિર્ણય લીધો હતો.
દરમિયાન, પોતે મંદિરમાં જઇને પૂજા કરી શકે એ માટે રાજ્ય સરકારને એમને સુરક્ષા આપવાના આદેશ આપવા માટેની અરજી ચાર યુવાન મહિલાએ કેરળની હાઇ કોર્ટમાં કરી હતી.
ચોક્કસ વયની મહિલાઓના સબરીમાલાના મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મામલે પોતાનું વલણ સક્ષમ કરતા પંડલમ શાહી પરિવારે જણાવ્યું હતું કે તેઓ અય્યપ્પા મંદિરની પ્રાચીન પરંપરામાં કોઇ બાંધછોડ કરવા માગતા નથી.
પરિવારના પ્રવક્તા શશીકુમાર વર્માએ કેરળ સરકારનો ત્રાવણકોર દેવસ્વોમ બાર્ડ (ટીબીડી) મંદિરની દેખરેખ રાખનાર હોવાની વાત નકારતા જણાવ્યું હતું કે સબરીમાલાનું મંદિર શ્રદ્ધાળુઓનું છે. જા પરંપરા અને પ્રથામાં કોઇ ફેરફાર કરાય તો એમને એ વિશે સવાલ કરવાનો હક છે.
‘અમે મંદિર બંધ કરવાનું કિયારેય નથી જણાવ્યું. આ મામલે અમે કોઇ બાંધછોડ કરવા નથી માગતા. અમારું પરિવાર અયપ્પા મંદિરની સંપત્તિ પર નજર રાખીને નથી બેઠું’ એમ તેમણે જણાવ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY