થરાદ,તા.૨૫
થરાદ તાલુકાના વળાદર ગામે એક યુવકને ચોરી કરવી ભારે પડી હતી. યુવકે બંધ મંદિરમાં ભગવાનના છત્ર સહિત અન્ય વસ્તુઓની ચોરી કરતા ગામના યુવાનોએ તેને માર પહેલા તો દોરડેથી બાંધીને ગામમાં ફેરવી ફટકાર્યો હતો. બાદમાં ઝાંડ સાથે બાંધી ફરીથી ઢોર માર માર્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
થોડા દિવસ પહેલા થરાદ તાલુકાના વળાદર ગામમાં બે ત્રણ જગ્યાએ નાની મોટી ચોરીઓ થઈ હતી. ત્યારે ગ્રામજનો પણ મુંજવણ હતા ત્યારે થોડા દિવસથી વળાદર ગામમાં રહેતો એક યુવક પર શંકા જતા ગ્રામજનોએ તેની પૂછપરછ કરી હતી. સંતોષકારક જવાબ ન મળતા વધુ શંકા ગઈ હતી. ગ્રામજનોએ ચોર યુવકને દોરડેથી બાંધી મારમારતા તેણે ચોરીનો ગુનો કબુલ કર્યો હતો. બાદમાં ગ્રામજનોએ આ યુવકને દોરડેથી બાંધી આખા ગામમાં ફેરવી એક ઝાડ સાથે બાંધી માર માર્યો હતો. કેટલાક કલાકો બાંધેલો રહ્યાં બાદ યુવક કોઈ બહાનું કાઢી ભાગવામાં સફળ રહ્યો હતો. આ યુવક તેના મામાના ઘરે થોડા સમયથી રહેતો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




