હું ભાજપની રાજકીય આઈટમ ગર્લ,મારા નામ પર લોકસભા ચૂંટણી લડશે : આઝમ ખાન

0
99

લખનઉ,તા.૨૫
પોતાના નિવેદનો માટે હંમેશાં ચર્ચામા રહેતા સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ આજમ ખાને કહ્યું હતુ કે, તે ભાજપની રાજકીય આઈટમ ગર્લ છે. તેમણે કહ્યું હતુ કે, આ પાર્ટીએ તેમના નામે ઉત્તર પ્રદેશની ગત વિધાનસભા ચૂંટણી લડી હતી અને હવે તેમના નામ પર જ આગામી લોકસભા ચૂંટણી પણ લડશે. મશવરાતી કાઉન્સિલની વિશેષ બેઠકમા સામેલ થવા માટે આવેલા આજમ ખાને વાતચીત દરમિયાન પોતાને ભાજપની આઈટમ ગર્લ જણાવ્યા હતા અને કહ્યું હતુ કે, બધી જ ચૂંટણીઓ ભાજપ મારા નામ પર લડતી આવી છે. ગત વિધાનસભા ચૂંટણી પણ તે મારા નામ પર લડ્યું.
હવે, આ લોકસભા ચૂંટણી પણ મારા નામ પર જ લડશે. મારી તો એવી હાલત કરી દીધી છે કે, મને પોતાને નથી ખબર કે મારા પર કેટલા કેસો ચાલી રહ્યા છે. મારા નામના કેટલા સમન્સ અને વોરંટ જારી કરવામા આવ્યા છે, હું તો માત્ર એ કેસોના સંદર્ભમા જ બધે ફર્યા કરુ છું. તેણે દાવો કર્યો છે કે, તેમની પાસે કોઈ સંપત્તિ નથી. તેમનું માત્ર એક બેંક અકાઉન્ટ છે, જે વિધાન ભવનમા સ્થિત જીમ્ની શાખામા છે. આ ઉપરાંત, જા દેશની કોઈપણ બેંકમા મારું કોઈ ખાતુ મળે તો મને કુતુબ મિનાર પર ફાંસી આપી દેજા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY