સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણ કાર્યક્રમ સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહજી જાડેજાએ લીધી મુલાકાત

0
1342

કાર્યક્રમ સ્થળ સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર, ટેન્ટ સિટી, વોલ ઓફ યુનિટી, વેલી ઓફ ફફ્લાવર ની મુલાકાત

રાજપીપળા : વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનો લોકાર્પણ કાર્યક્રમ પણ વૈશ્વિક બની રહે, તે સાથે ભારત વર્ષના જનજનની ભાવના સંવેદનાને પણ ઝંકૃત કરી શકાય, તેવું સુચારૂ આયોજન-વ્યવસ્થા ઘડી કાઢવાની હિમાયત રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહજી જાડેજાએ કરી છે.

અખંડ ભારતના શિલ્પ એવા સરદાર વલ્લભભાઇ પટેલની વિરાટ પ્રતિમા અને સરદાર સાહેબના વિરાટ વ્યક્તિત્વની ગરિમાને છાજે તેવા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમને, વિશ્વ આખુ જ્યારે અહોભાવથી નિહાળી રહ્યું છે, ત્યારે આ કાર્યક્રમ એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવનાને પરિપૂર્ણ કરશે, તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું

સરદાર સરોવર ડેમની સામે, માં નર્મદા નદીની વચ્ચોવચ્ચ, સાધુ બેટ ઉપર ઉભેલી ૧૮૨ મીટર ઉંચાઇની સરદાર સાહેબની એકતાની મૂર્તિ, વૈશ્વિક પર્યટકો માટે જ્યારે આકર્ષણનું કેન્દ્ર બનવા જઇ રહી છે ત્યારે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર તથા તેની આસપાસ આકાર લઇ રહેલા પ્રકલ્પો પણ વધુ લોકભોગ્ય બનશે તેમ પ્રદિપસિંહએ જણાવ્યું હતું. સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ ૩૧ મી ઓક્ટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન જ્યારે સાકાર થઇ રહ્યું છે, ત્યારે વડાપ્રધાનશ્રીનાં હસ્તે રાષ્ટ્રાર્પણ થવા જઇ રહેલી વિરાટ પ્રતિમાને નિહાળવા અને સરદાર સાહેબના જીવન કવનમાંથી પ્રેરણા લેવા દેશ –વિદેશના પર્યટકો નર્મદા મૈયાના તટે ઉમટી પડશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

પ્રતિમાનાં રાષ્ટ્રાર્પણની સાથે સાથે વોલ ઓફ યુનિટી, ટેન્ટ સીટી, વેલી ઓફ ફ્લાવર્સ, એક ભારત શ્રેષ્ઠ ભારતની ઝાંખી કરાવતા દેશભરના કલાકારોની સાંસ્કૃતિક પ્રસ્તૃતિ, ભારત ભવન પ્રદ્શન સહિતનાં શ્રેણીબધ્ધ કાર્યક્રમોનાં આયોજન વ્યવસ્થા અંગે પણ મંત્રીશ્રી જાડેજાએ ઝીણવટભરી વિગતો મેળવી હતી.ટેન્ટ સીટી, વેલી ઓફ ફ્લાવર્સ, વોલ ઓફ યુનિટી, સભાસ્થળ સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની જાત મુલાકાત લેતાં મંત્રી જાડેજાએ સંબંધિત અધિકારીઓ, એજન્સીઓને જરૂરી સૂચનો કર્યાં હતાં.

ચીફ રિપોર્ટર ભારત શાહ 9726577953

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY