ભુજના યુવકે બોગસ આધારો રજુ કરીને લાખો રૂપિયાની લોનનું કૌભાંડ આચર્યુ

0
342

ભુજ(કચ્છ): ભુજના એક યુવકે બોગસ આધારો રજૂ કરીને લાખો રૂપિયાની અલગ અલગ બેંકમાંથી લોન લીધી હોવાનો કિસ્સાનો પર્દાફાશ થયો છે. ભુજના સામાજિક કાર્યકર અલીમામદ સમાએ આ બાબતની લેખિત ફરિયાદ અને બોગસ આધારોની નકલો સાથે ડીએસપી, ડીઆઈજી અને કલેક્ટર સમક્ષ આ કૌભાંડની તપાસ કરવા માંગણી કરીને છેતરપિંડી કરનાર વ્યક્તિ દિલીપ એચ. શાહ (રહે. ભુજોડી વર્ધમાનનગર)સામે ફરિયાદ કરવામાં આવેલ છે.

દિલીપ એચ. શાહે આપેલી વિગતો મુજબ જે કોટેશન અપાયા છે તે તમામ બોગસ છે. જે પેઢીઓના નામ દર્શાવ્યા છે તે પેઢીઓ એ સ્થળે કોઈ છે જ નહિ તેમ અલગ-અલગ પેઢીના કોટેશનમાં જી.એસ.ટી કે ટીન નંબર એક સરખા છે તેમ કોટેશનમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેમ ખુદ દિલીપ એચ. શાહે પણ જે પેઢીનું નામ ચલાવી લોન લીધેલ છે તે પણ ક્યાંક અસ્તિત્વમાં નથી તે ઉપરાંત આ વ્યક્તિએ લોન નું કૌભાંડ આચરીને મેળવેલા રૂપિયા ૨૦ ટકા જેટલા ઉંચા વ્યાજે વગર લાઈસન્સે ધંધો કરતો હોવાનો પણ આક્ષેપ અલીમામદ સમાએ કર્યું છે. આ વ્યક્તિ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરીને અને બેંકના કર્મચારીઓની સાંઠગાઠથી આચરેલ આ કૌભાંડમાં બેંકના કર્મચારીઓ સામે ફોજદારી ફરિયાદ દાખલ કરીને કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે.

ગૌતમ બુચિયા
9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY