આર્મી ચીફ રાવતની પાક.ને ધમકીઃ ‘ઘૂસણખોરી રોકો નહી તો કોઇ પણ કાર્યવાહી સંભવ’

0
9

ન્યુ દિલ્હી,તા.૨૭
સૈન્ય પ્રમુખ જનરલ બિપિન રાવતે પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું હતું કે, તે ભારતમાં ઘૂસણખોરી રોકે નહીં તો ભારત પાસે તમામ કાર્યવાહીનો વિકલ્પ ખુલ્લો છે. રાવતે કહ્યું કે, પાકિસ્તાનને સમજી જવું જાઇએ કે કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે.રાવતે કહ્યું કે, કોઇ પણ કિંમત પર ભારતીય સેના કાશ્મીરનો બચાવ કરવા માટે સક્ષમ છે. ભારતમાં ઘૂસણખોરી કરીને પાકિસ્તાન ખોટા પ્રયાસો કરી રહ્યું છે કારણ કે તેના ઇરાદાઓ ક્્યારેય સફળ થશે નહીં. ઇન્ડિયા ગેટ સ્થિત અમર જવાન જ્યોતિ પર આયોજીત ઇન્ફૈટ્રી ડે નિમિતે રાવતે કહ્યું કે, ઘૂસણખોરીને કારણે પાકિસ્તાનને જ નુકસાન જશે એટલા માટે તે આતંકવાદીઓને પોતાનું સમર્થન બંધ કરે.
જનરલ રાવતે કહ્યું કે, પાકિસ્તાન સારી રીતે જાણે છે કે તે પોતાના ઇરાદાઓમાં ક્્યારેય સફળ નહી થાય. તે આતંક એટલા માટે ફેલાવે છે કારણ કે તેને મુદ્દો ગરમ રાખવો છે. તે કાશ્મીરમાં વિકાસના કામને રોકવા માંગે છે પરંતુ કાશ્મીર તમામ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. અમે અલગ પ્રકારની કાર્યવાહી કરવા માટે પણ સક્ષમ છીએ.રાવતે કહ્યું કે, અમારો એક જવાન પથ્થમારામાં માર્યો ગયો જે બોર્ડર પર નિર્માણાધીન રસ્તાની સુરક્ષામાં લાગ્યો હતો. આટલું થયું છતાં લોકો બોલી રહ્યા છે કે પથ્થરબાજા સામે આતંકીઓની જેમ ઓવરગ્રાઉન્ડ વર્કર્સની જેમ કાર્યવાહી ના કરો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY