કેશોદ,તા.૨૮
જૂનાગઢના કેશોદમાં શનિવારે રાતે દુકાનમાં આગ લાગી હતી. સિમલા નામની પાનની દુકાનમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ ઘટના મામલે મળતી જાણકારી મુજબ, ગતમોડી રાતે જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે આવેલ સિમલા નામની પાનની દુકાનમાં આગ લાગી હતી. અચાનક લાગેલી આગને પગલે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
જા કે, આ ઘટના અંગેની જાણકારી નજીકના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.
ફાયર બ્રિગેડના જવાનોએ આગ લાગવના સ્થળે સતત પાણીનો મારો ચલાવતા અંતે આગ પર કાબૂ મેળવી શકાયો અને જેના કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. જા કે, આ આગ કિયા કારણોસર લાગી તે હજી જાણવા મળી શકિયું નથી. પરંતુ આગ લાગવાને પગલે દુકાનમાં રહેલ માલ-સામાન બળીને ખાખ થઇ ગયો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






