હવે ગ્રાહક કંપની વિરુદ્ધ ઓનલાઈન ફરિયાદ કરી શકશે,પાંચ લાખ સુધીનો કેસ મફ્ત

0
235

ન્યુ દિલ્હી,તા.૨૯
ગ્રાહકોને કોઈ ખરાબ સામાન અથવા ખરીદીના સમયે કરાયેલા વાયદા પૂરા નહી કરવા પર કોઈ કંપની વિરુદ્ધ ફરિયાદ કરવા પર પાંચ લાખ રૂપિયા સુધીના કેસ માટે કોઈ ફી ચૂકવવી પડશે નહી. તેઓ ઈ-મેઈલથી પણ પોતાની ફરિયાદ નોંધાવી શકશે. અત્યાર સુધી એકથી વીસ લાખ રૂપિયા સુધીના મામલા માટે ૫૦૦ રૂપિયા સુધીની ફી ચૂકવવી પડતી હતી. ગ્રાહક સંરક્ષણ અધિનિયમ હેઠળ સરકારે ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરવા પર ફી ઓછી કરવાનો આદેશ જારી કરી દીધો છે જેના હેઠળ પાંચ લાખ રૂપિયા સુધીના મામલા પર હવે કોઈ પ્રકારની ફી નહી વસૂલાય.
જ્યારે પાંચથી દસ લાખ સુધીના કેસમાં ૨૦૦ રૂપિયા અને ૧૦થી ૨૦ લાખ રૂપિયા સુધીના કેસ માટે ૪૦૦ રૂપિયા ફી ચૂકવવી પડશે. ગ્રાહક અદાલતમાં ફી ઓછી કરવાની સાથે સરકાર ગ્રાહકોને ઝડપથી ન્યાય અપાવવાની તૈયારી પણ કરી રહી છે. સંસદમાં પેન્ડીગ ગ્રાહક સંરક્ષણ ખરડામાં ગ્રાહક અદાલતો પર નજર રાખવાનો પ્રસ્તાવ પણ મુકવામાં આવ્યો છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સંસદના શિયાળુ સત્રમાં નવા ખરડાને મંજૂરી મળી શકે છે. ગ્રાહક સંરક્ષણ ખરડામાં ગ્રાહક અદાલતને નિશ્ચિત સમયની અંદર કેસનો ઉકેલ લાવવો પડશે. મામલાની સુનાવણી માટે ત્રણ સપ્તાહની અંદર બીજી તારીખ આપવી પડશે.
ગ્રાહકોને ખરાબ સામાન અથવા ખરાબ સેવાઓની ફરિયાદ કરવા માટે ગ્રાહક અદાલતના ચક્કર લગાવવા નહી પડે. સંસદમાં પેન્ડીગ નવા ગ્રાહક સંરક્ષણ ખરડામાં ઓનલાઈન અપીલની પણ જાગવાઈ કરવામાં આવી છે. ખરાબ સામાન અથવા સેવાને લઈને ઓનલાઈન ફરિયાદના ૨૧ દિવસની અંદર કોઈ જવાબ ન મળે તો કેસ નોંધવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY