જસલીન સાથેની રિલેશનશિપ બિગ બોસ દ્વારા પ્લાન કરાઈ : અનુપ જલોટા

0
9

મુંબઈ,તા.૨૯
બિગ બોસ ૧૨માં અનુપ જલોટા ઘરમાંથી બહાર થઈ ગયા છે. સીઝન ૧૨ની શરૂઆતથી જ અનુપ જલોટા અને જસલીન મથારુંની જાડી સૌથી વધારે ચર્ચામાં રહી હતી. બિગ બોસના પ્રીમિયરમાં બન્નેએ રિલેશનશિપની વાત સ્વીકારી હતી. ઘરથી બહાર કર્યા બાદ મીડિયા સાથે વાતચીતમાં અનુપ જલોટાએ કહ્યું કે, જસલીન સાથે રિલેશનશિપ બિગ બોસ દ્વારા પ્લાન કરવામાં આવ્યા હતા. અનુપ કહે છે કે, શોના પ્રીમિયરમાં રિલેશનશિપની સાંભલીને હું પણ ચોંકી ગયો હતો. અનુપે બિગ બોસ સ્ક્રિપ્ટેડ હોવાનો પણ દાવો કર્યો છે.
એક જાણીતી વેબસાઈટ સાથે વાતચીતમાં અનુપે કહ્યું કે, જસલીનને આ શો માટે પ્રથમ ઓફર મળી. જસલીને મને કોન્ટેક્ટ કર્યો અને જણાવ્યું કે, મને બિગ બોસની ઓફર આવી છે. પરંતુ, તેણે કહ્યું કે, તમારે જાડીદાર તરીકે આવવાનું છે તો શું તમે મારી સાથે ચાલશો? અનુપ કહે છે કે મેં ના પાડી દીધી. ત્યાર બાદ તેણે પોતાના પિતા કેસરી મથારુને કહ્યું જે મારા સારા મિત્ર છે કે મને વાત કરે. મેં તેને પણ ના પાડી દીધી.
અનુપ જલોટા કહે છે કે, જસલીનના પિતાએ મને વારંવાર રિક્વેસ્ટ કરી, ત્યાર બાદ મેં શો માટે હા પાડી દીધી. જાકે, સોમાં જતા પહેલા અમે નક્કી કર્યું હતું કે, અમે ગુરુ શિષ્ય બનીને ઘરની અંદર જશું. અનુપ કહે છે કે, પ્રીમિયરના ૬ દિવસ પહેલા શોના મેકર્સે જસલીનને બોલાવી. એવામાં હું અને જસલીનના ઘરવાળા તેનો કોન્ટેક્ટ ન કરી શકિયા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY