‘સુપર ૩૦’ માટે નવા સુકાનીની તલાશ – ફિલ્મ નિર્માતા

0
14

મુંબઈ,તા.૨૯
બિહારના ગણિત શિક્ષક આનંદ કુમારની બાયો-ફિલ્મ સુપર ૩૦ સાથે વિકાસ કોઇ રીતે સંડોવાયેલો નથી. અમે એની એકવાર હકાલપટ્ટી કરી તે કરી એમ ફિલ્મના નિર્માતાઓએ કહ્યું હતું.
સાજિદ નડિયાદવાલા અને રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટે જણાવ્યા મુજબ વિકાસ પર આક્ષેપ કરનારી મહિલાઓ કોર્ટ કેસ કરવા તૈયાર નથી એવું જાણ્યા પછી વિકાસને સુપર ૩૦ સાથે સંકળાયેલો રાખવાનો નિર્ણય નિર્માતાઓએ કર્યો છે એેવા રિપોર્ટ મિડિયામાં પ્રગટ થયા હતા પરંતુ એ રિપોર્ટ ખોટા છે. અમે વિકાસના સ્થાને અન્ય ડાયરેક્ટરની તલાશમાં છીએ. મોટા ભાગનું કામ પતી ગયું છે અને હવે બહુ થોડો હિસ્સો બાકી રહે છે. અમે વિકાસને ફિલ્મના એડિટિંગમાં પણ સહભાગી થવા દેવાના નથી. જા કે મોટે ભાગે પૂરી થવા આવેલી આ ફિલ્મ અત્યારે તો મી ટુ આંદોલનના પગલે અટકી પડી છે. વિકાસનો દાવો એવો છે કે હજુ હુંજ આ ફિલ્મ કરી રહ્યો છું જ્યારે નિર્માતાઓ એવું હોવાનો ઇનકાર કરે છે. નિર્માતાઓ પોસ્ટ પ્રોડક્શન કામકાજ, વીએફએક્સ અને એડિટિંગ માટે યોગ્ય વ્યકિત શોધી રહ્યા છે.
આ ફિલ્મ આવતા વર્ષના જાન્યુઆરીની ૨૫મીએ રિલિઝ કરવાની જાહેરાત નિર્માતાઓ તરફથી થઇ ચૂકી છે એ હકીકત ધ્યાનમાં લેતા પોસ્ટ પ્રોડક્શન હાલ ગમે ત્યારે શરૃ થઇ જવું જાઇએ. પરંતુ એ માટે યોગ્ય વ્યકિત મળવી જરૃરી છે. પ્રોડયુસર્સ અત્યારે એવી યોગ્ય અને અનુભવી વ્યકિત શોધી રહ્યા છે જેથી ફટાફટ કામ શરૃ કરી શકાય. ત્યારબાદ પ્રમોશનની યોજના અમલમાં મૂકાશે. રિતિક રોશને આ ફિલ્મમાં ગણિત શિક્ષક આનંદ કુમારનો રોલ કર્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY