IRCTC મામલે લાલૂપ્રસાદ, રાબડી દેવી અને તેજસ્વી યાદવને કોર્ટનું સમન્સ

0
84

ન્યુ દિલ્હી,તા.૩૦
પટિયાલા હાઉસ કોર્ટે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરીઝમ કોર્પોરેશન હોટલ કેસમાં ઝ્રમ્ૈંની ચાર્જશીટ પર નોંધ લેતાં આરજેડીના વડા લાલૂપ્રસાદ યાદવને સમન્સ ઈશ્યૂ કર્યું છે. આ મામલે કોર્ટે લાલૂપ્રસાદ યાદવને ૩૧ ઓગસ્ટના રોજ કોર્ટમાં હાજર થવા આદેશ
આભાર – નિહારીકા રવિયા આપ્યો છે.IRCTC કેસમાં સીબીઆઇ દ્વારા ગત ૧૬ એપ્રિલના રોજ પૂર્વ રેલવેપ્રધાન લાલૂપ્રસાદ યાદવ સહિત અન્ય લોકો સામે આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું. જેમાં લાલૂપ્રસાદના પત્ની અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન રાબડી દેવી, પુત્ર તેજસ્વી યાદવ સહિત ૧૪ લોકો સામે આરોપનામું દાખલ કરવામાં આવ્યું છે. ભ્રષ્ટાચાર સાથે જાડાયેલો સમગ્ર મામલો IRCTC ની હોટલની દેખરેખનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપવા સાથે જાડાયેલો છે.
સમગ્ર ઘટનાક્રમ એવો છે કે, ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરીઝમ કોર્પોરેશન દ્વારા રાંચી અને પુરીમાં ચલાવવામાં આવતી બે હોટલ્સની દેખરેખનું કામ અચાનક જ સુજાતા હોટલ્સ નામની કંપનીને આપવામાં આવ્યું હતું. વિનય અને વિજય કોચર આ કંપનીના માલિક હતા અને સુજાતા હોટેલ્સે કોન્ટ્રાક્ટના બદલામાં કથિત રીતે લાલૂપ્રસાદ યાદવને પટનામાં ત્રણ એકર જમીન આપી હતી. જે બેનામી સંપત્તિ હતી. આ મામલે સીબીઆઇ દ્વારા અનેક વખત રાબડી દેવી અને તેજસ્વી યાદવની પૂછપરછ કરવામાં આવી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY