મુંબઈ,તા.૨૯
ફિલ્મોમાં પોતાની અદભુત એકટિંગને લઇને જાણીતા નસીરૂદ્દીન શાહ લાઇમ લાઇટથી દૂર રહે છે. નસીરૂદ્દીન શાહ છેલ્લે ‘હાપ ઔર હમ’માં જાવા મળ્યા હતા. આ ફિલ્મ મેમાં રીલીઝ થઈ હતી. હાલમાં જ નસીરૂદ્દીને સલમાન ખાન વિશે કંઇક એવું બોલી દીધું જે તેમના ફેન્સને ખરાબ લાગી શકે છે. નસીરૂદ્દીન નથી ઇચ્છતા કે દર્શકો ભારતીય સિનેમાંને ૨૦૧૮ જેવી એક જેવી ફિલ્મો આપનારા સિનેમા તરીકે યાદ રાખે.
નસીરૂદ્દીને કહ્યું કે, “સિનેમા આવનારી પેઢીઓ માટે હોય છે. સમાજ માટે સિનેમાને વધારે સારું બનાવવાની જવાબદારી આપણી છે. મારું માનવું છે કે સિનેમા સમાજને ના બદલી શકે અને ના કોઈ ક્રાંતિ લાવી શકે છે. સિનેમા શિક્ષણનું માધ્યમ છે કે નહીં તે હું ચોક્કસ રીતે ના કહી શકું. ડાકિયુંમેન્ટરી શિક્ષણ આપે તેવી હોઈ શકે છે, પરંતુ ફીચર ફિલ્મ આ કામ ના કરી શકે.”
નસીરૂદ્દીન શાહે કહ્યું કે, “આ જ કારણ છે કે મે એ વેડનેસડે અને રોગન જાશ જેવી ફિલ્મોમાં કામ કર્યું. આવી ફિલ્મોનો ભાગ બનવાને હું મારી જવાબદારી માનું છું. મારા દરેક ગંભીર કામ જે તે સમયનું પ્રતિનિધિન્તવ કરે છે. સિનેમા હંમેશા રહેશે. આ ફિલ્મોને ૨૦૦ વર્ષ પછી પણ જાવામાં આવશે. લોકોને ખબર હોવી જાઇએ કે વર્ષ ૨૦૧૮માં ભારતનું સિનેમા કેવા પ્રકારનું હતુ. એવું ના હોય કે ૨૦૦ વર્ષ પછી તેમને ફક્ત સલમાન ખાની ફિલ્મો જાવા મળે. સિનેમા ભાવી પેઢીઓ માટે હોય છે.”
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



