દિવાળી પૂર્વે માટીનાં કોડીયાના વેચાણમાં ધરખમ વધારો

0
290

પાટણ,તા.૨૯
દીપાવલી પર્વ હવે નજીકનાં દિવસોમાં આવનાર છે ત્યારે દિવાળીમાં દીવડાઓનું ખાસ મહત્વ ગણવામાં આવે છે ત્યારે પાટણની બજારમાં હાલમાં માટીનાં કોડીયા બનાવનાર કારીગરો કોડીયા બનાવવામાં જાતરાઈ જવા પામ્યા છે.તો બીજી તરફ લોકો પણ કોડીયાની ખરીદીમાં વ્યસ્ત જાવા મળી રહ્યા છે.
દિવાળીના તહેવારોમાં શુભનું પ્રતીક ગણાતા માટીના કોડાયા એટલે કે દીવડાઓની ખરીદીમાં વધારો જાવા મળી રહ્યો છે અને લોકો ઘર સજાવટ માટે શહેરની બજારોમાં ચાઈનીઝ વસ્તુઓના બદલે લોકો મોટી સંખ્યામાં માટીના કોડાયાની ખરીદી કરતા નજરે ચડી રહ્યા છે તો વધુમાં લોકોને સ્વદેશીમાં પણ આધુનિક વેરાયટી મળી રહે તે માટે આ વર્ષે હસ્ત કારીગરો એ વિવિધ ડિઝાઇન વાળા કોડીયા તૈયાર કર્યા છે જેને લઇ દર વર્ષની સરખામણી કરતા આ વર્ષે હસ્ત કારીગરો દ્વારા બનાવેલ માટીના કોડીયાનું વેચાણ વધુ થતું હોઈ તેમની આવકમાં પણ વધારો થતા કારીગરો અને વેપારીઓમાં આનંદની લાગણી જાવા મળી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY