બુટલેગરના ત્યાં દરોડામાં ૨૫ લાખથી વધુનો દારૂનો જથ્થો જપ્ત

0
9

કચ્છ,તા.૨૯
કચ્છ પોલીસને તહેવારોના પૂર્વે મોટી સફળતા હાથે લાગી છે. કચ્છ પોલીસે બાતમીના આધારે બુટલેગરના ત્યાં દરોડા પાડી ૨૫ લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે ગોપાલસિંહ જાડેજાએ મોટી માત્રામાં દારૂનો જથ્થો સંગ્રહ કર્યો છે. જેને લઈને પોલીસે મધરાત્રે સવા બે વાગ્યે સાંય ગામમાં ગોપાલસિંહના ત્યાં રેડ પાડી હતી. જેમાં તપાસ દરમિયાન મોટી માત્રા વિદેશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. હાલ તો પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી આોરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસે જણાવ્યું છે કે, સાંયના રહેવાસી અલ્પસિંહ ઊર્ફે ગોપાલસિંહ જાડેજા (ઉ.વ.૨૫), શિવાભાઈ જીવણભાઈ કોલી (ઉ.વ.૪૨) અને નરેન્દ્રસિંહ જાડેજા (રહે. રાપર) એમ ત્રણ બૂટલેગરે ભેગાં મળી વેચાણ અર્થે આ માલ મગાવ્યો હતો. દરોડા દરમિયાન અલ્પસિંહ અને શિવો કોલી ઝડપીપાડ્યા હતા.
રાપર પોલીસ ઈન્સ્પેક્ટર આર.એલ. રાઠોડે બાતમીના આધારે એક અવાવરૂ રહેણાંક મકાનમાં દરોડો પાડી ૧૮૦ મિલીની ૧૫૧ પેટી અને ૭૫૦ મિલીની ૭૫ પેટી જપ્ત કરી હતી. દરોડા સમયે એક બંધ પડેલી મારૂતિ કારમાંથી પણ કેટલોક જથ્થો મળી આવ્યો હતો.
રાપર પીઆઈ રાઠોડે જણાવ્યું કે, અર્જુનસિંહ હેતુભા વાઘેલા અને અશોકસિંહ વાઘેલા નામના શખ્સોએ આ જથ્થો મગાવ્યો હતો. જા કે, દરોડા સમયે તે હાજર મળ્યાં નહોતા. દરોડા સમયે પીએસઆઈ એ. બી ચૌધરી, પીએસઆઈ એન. વી. રહેવર, ડુંગરભારથી ગોસ્વામી, નિકુંજ જાદવ, સરતાણ પટેલ વગેરે સ્ટાફ જાડાયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY