ન્યુ દિલ્હી,તા.૩૦
ભારત સરકારની હવાઈ કંપની Air India આવતા મહિના એટલે કે, નવેમ્બરના અંત સુધીમાં ડોમેસ્ટિક ટ્રાવેલ્સ માટે રેડ આઈ ફ્લાઇટ્સ શરૂ કરશે. સામાન્ય રીતે રેડ આઇ ફ્લાઇટ્સ મોડી રાતે ઉડાન ભરીને સવારે ગંતવ્ય સ્થળે પહોંચતી હોય છે. જેના અંતર્ગત પ્રથમ તબક્કામાં ત્રણ રૂટ શરુ કરવામાં આવશે. જેમાં અમદાવાદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
અમેરિકા અને યુરોપમાં આ પ્રકારની સસ્તા ભાડા પર ચાલતી ફ્લાઇટ્સ ઘણી લોકપ્રિય છે. ભારતમાં પણ એર ઇન઼્ડિયાએ સામાન્ય ફ્લાઇટની સરખામણીમાં તેનાં ભાડાં ઓછા રાખવાની યોજના બનાવી છે.
આવી જ રીતે દિલ્હી-ગોવા ફ્લાઇટ રાત્રે ૧૦ વાગ્યે દિલ્હીથી ઉપડીને ૧૨.૩૫ કલાકે ગોવા પહોંચશે અને ગોવાથી રાત્રે ૧.૧૫ કલાકે ઉપડીને ફ્લાઇટ સવારે ૩.૪૦ કલાકે દિલ્હી પહોંચશે.
બેંગલુરુથી રાત્રે ૧૨.૩૦ કલાકે ટેક ઓફ કરીને આ ફ્લાઇટ અમદાવાદ રાત્રે ૨.૩૫ કલાકે પહોંચશે, જ્યારે અમદાવાદથી આ ફ્લાઇટ રાત્રે ૩.૦૫ મિનિટ પર ટેક ઓફ થશે અને બેંગલુરુ વહેલી સવારે ૫.૨૫ કલાકે બેંગલુરુ પહોંચશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




