ન્યુ દિલ્હી,તા.૩૦
રામજન્મભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળ્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નિવેદન સામે આવ્યું છે. આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ અરુણ કુમારે અદાલતના સ્થાને સરકાર દ્વારા રામમંદિર નિર્માણનો માર્ગ પ્રશસ્ત કરવામાં આવે તેવું સૂચન કર્યું છે.
અરુણ કુમારે કહ્યું છે કે દેશની જનભાવના અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટેની છે. રામમંદિરથી જ લોકોને શાંતિ મળવાની છે. સાધુ-સંત તેના માટે કોશિશ કરી રહ્યા છે. જા કોર્ટનો ચુકાદો આવે છે. તો ઠીક છે. જા આમ થાય નહીં તો સરકારે રામમંદિર નિર્માણ માટે તમામ અડચણો દૂર કરીને તેની રામજન્મભૂમિ ટ્રસ્ટને સોંપવી જાઈએ.
૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા રામમંદિર પર આરએસએસના વલણથી કેન્દ્ર સરકાર માટે રાજકીય મુશ્કેલીમાં વધારો થયો છે. આ પહેલા આરએસએસના પ્રમુખ મોહન ભાગવત પણ સરકારને કાયદો લાવીને રામમંદિર બનાવવાની વાત કહી ચુક્્યા છે.
ભાગવતે કહ્યું હતુ કે રામમંદિર પર ચાલી રહેલી રાજનીતિને સમાપ્ત કરીને તેનું તાત્કાલિક નિર્માણ કરવું જાઈએ. તેમણે ત્યાં સુધી કહ્યુ હતુ કે જરૂરિયાત ઉભી થાય તો સરકાર તેના માટે કાયદો બનાવે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



