સિઓલ,તા.31
બુધવારે ભારે ઉતાર-ચઢાવ બાદ બીએસઈ સેન્સેક્સ ૫૫૧ પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો. આરબીઆઈ અને સરકાર વચ્ચેના તણાવ બાદ આજે સવારે સેન્સેક્સ એક તબક્કે ઈન્ટ્રા ડેમાં ૩૩,૫૮૭.૨૪ની સપાટી સુધી ગગડી ગયો હતો, પણ બપોર બાદ નીચા મથાળે ફરી લેવાલીથી બજારમાં રિકવરી આવી હતી.
આજે મેટલ ઈન્ડેક્સને બાદ કરતાં તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. બુધવારે આઈટી, ટેકનો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, બેન્ક, પાવર, ઓટો તેમજ એફએમસીજી શેરોમાં ધૂમ લેવાલી જાવા મળી હતી.
દિવસ દરમિયાન બીએસઈ બેન્ચમાર્ક સેન્સેક્સ ઉપરમાં ૩૪,૪૬૩.૩૮ અને નીચામાં ૩૩,૫૮૭.૨૪ પોઈન્ટ્સની વચ્ચે ટ્રેડ થયા બાદ ૫૫૦.૯૨ પોઈન્ટ્સ અથવા ૧.૬૩ ટકાના જંગી ઉછાળા સાથે ૩૪,૪૪૨.૦૫ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૦,૩૯૬.૦૦ અને નીચામાં ૧૦,૧૦૫.૧૦ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૧૮૮.૨૦ પોઈન્ટ્સ અથવા ૧.૮૫ ટકાના ઉછાળા સાથે ૧૦,૩૮૬.૬૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
બીએસઈ મિડકેપ અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૬ ટકા અનુક્રમે અને ૧.૩૮ ટકા વધીને બંધ રહ્યા હતા. આજે વધેલા મુખ્ય શેરોમાં એચડીએફસી ૫.૫૧ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૪.૭૧ ટકા, ઈન્ફોસિસ ૪.૦૨ ટકા, યસ બેન્ક ૩.૩૦ ટકા, એકિસસ બેન્ક ૩.૪૩ ટકા, સન ફાર્મા ૩.૧૨ ટકા વધ્યા હતા જ્યારે કોલ :ઈન્ડિયા ૩.૫૩ ટકા, ટાટા સ્ટીલ ૨.૨૫ ટકા, મારુતિ ૧.૩૩ ટકા અને અદાણી પોટ્ર્સ ૦.૮૫ ટકા ઘટ્યા હતા.
રૂપિયાએ ફરી ગોથુ ખાધુ છે. ડાલર સામે રૂપિયો ફરી ગગડ્યો છે. બુધવારે કારોબાર દરમિયાન ભારતીય રૂપિયાએ ફરી એકવાર ડાલર સામે ૭૪નું સ્તર મેળવ્યુ છે. દિવસ દરમિયાન રૂપિયો ૪૩ પેસા તૂટીને ૭૪.૧૧ના સ્તરે પહોંચ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



