ન્યુ દિલ્હી,તા.૨
દેશના સંઘર્ષયુક્ત વિસ્તારોમાં સુરક્ષાદળ વિરુદ્ધ નોંધવામાં આવેલા ગુનાઇત કેસની વિરુદ્ધમાં લગભગ ૪૦૦ જેટલા લશ્કરી અધિકારીઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. ૪૦૦થી વધારે સૈનિકોએ આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એકટ (આફસ્પા)ને હળવા કરવાની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં પિટિશન નોંધાવી છે. અગાઉ ૩૫૦ સૈનિકોએ પણ આ સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અદાલતના ત્રણ જજની બૅન્ચ આગામી સપ્તાહે અરજીની સુનાવણી કરશે.ગત વર્ષે મણિપુર સહિત જમ્મુ – કાશ્મીર રાજયોમાં માનવ અધિકારના ઉલ્લંઘન બદલ લશ્કર વિરુદ્ધ આશરે ૧૫૦૦ જેટલા કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ટીમને તપાસના આદેશ આપ્યા હતા.
મણિપુરમાં સેના પર બે ફેક એન્કાઉન્ટરના મામલે સીબીઆઇની એક ટીમે સુપ્રીમ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. સુપ્રીમ કોર્ટે તપાસાર્થે ૧૨ અન્ય અધિકારીની નિમણૂક દ્વારા વધુ તપાસના આદેશ આપ્યા હતા.ઉલ્લેખનીય છે કે આ આફસ્પા હેઠળ સૈન્યને સર્ચ વોરંટ, સર્ચ એરેસ્ટ અને જરૂર પડ્યે એન્કાઉન્ટરના અધિકાર પ્રાપ્ત છે. જે હેઠળ સુરક્ષા અધિકારીઓ વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસીજર થઈ શકતી નહીં, બાદમાં સુપ્રીમ કોર્ટે તેમની વિરુદ્ધ કેસ રજિસ્ટર્ડ કરવાની પરવાનગી આપી. જાકે સૈનિક વિરુદ્ધ સરકારની પરવાનગી બાદ કેસ ચલાવવામાં આવે છે. જાકે સુપ્રીમની હળવી કરેલી જાગવાઇને કારણે આર્મી અધિકારીઓને તેમની કાર્યવાહીમા તકલીફ પડતી હોવાનું પણ બહાર આવ્યું છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



