મોબાઈલ કંપનીઓને વેરા ઘટાડાની ‘રિટર્ન દિવાળી ગિફટ’ મંજૂર

0
7

રાજકોટ,તા.૧૬
રાજકોટ મહાપાલિકામાં ‘દલવાડીવાળી’ વાતાર્ના શબ્દો ‘રીગણા લઉં બે-ચાર, અરે ભાઈ લ્યોને દસ-બાર’ને અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મળીને સાથર્ક કરી રહ્યા હોય તેવી પરિસ્થિતિ સજાર્‌ઈ છે. દરમિયાન મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મોબાઈલ કંપનીઓને વેરાઘટાડાની ‘રિટર્ન દિવાળીગિફટ’ આપવાનું ‘સવાર્નુમત્તે’ મંજૂર કરી નાખવામાં આવ્યું હતું. આ દરખાસ્તમાં વિપક્ષ કોંગ્રેસને પણ કંઈ જ વાંધાજનક ન લાગ્યું હોય તેમ કોઈ પણ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો ન હતો. રાજકોટ શહેરમાં વિવિધ ટેલિકોમ કંપનીઓના કુલ ૫૫૦ મોબાઈલ ટાવર આવેલા છે અને પ્રવર્તમાન દર અનુસાર તેનો મિલકતવેરો પ્રતિ ચો.મી.દીઠ રૂ.૩૫ છે. દરમિયાન આજે આ દરમાં ઘટાડો કરીને રૂ.૩૫માંથી ૧૫ કરવાનું મંજૂર કરી નાખવામાં આવ્યું હતું.
આ નિર્ણયથી મહાપાલિકાની તિજારીને વાર્ષિક રૂ.૧૦ કરોડનો ફટકો પડવાનો વાર્ષિક અંદાજ છે આમ છતાં મ્યુનિ.કમિશનરે મોકલેલી દરખાસ્તને લીલીઝંડી આપીને શાસકોએ વેરાઘટાડાની લ્હાણી મંજૂર કરી નાખી હતી. દરમિયાન આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢ સહિતના તમામ મહાનગરોમાં ટેલિકોમ કંપનીઓના મોબાઈલ ટાવરનો વેરાદર એક સમાન કરવા માટે નીતિ નિર્ધારણ કરવામાં આવનાર હોય તે પૂર્વે આ અંગેનો ઠરાવ કરવો જરૂરી હોય આજે દરખાસ્ત મંજૂર કરી ઠરાવ પસાર કરી નાખવામાં આવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY