પાનની દુકાનમાં સાત બદમાશોએ તોડફોડ કરી કારીગરને ચપ્પુ મારી ફરાર

0
18

સુરત,તા.૧૬
રાંદેર પાલનપુર જકાતનાકા પાસે રહેતા હિતેશ મૂળચંદ રામનાણી રાંદેર વિસ્તારમાં ફેન્ડસ કલાસીસની સામે ખોડીયાર કોમ્પલેક્ષમાં પાન અને કોલ્ડ્રીકસની દુકાનમાં છેલ્લા એક વર્ષથી કારીગર તરીકે કામ કરે છે. મોડીરાત્રે પાનના ગલ્લા એક બદમાશે આવીને એક સીગારેટ અને પાણીની બોટલ માંગી હતી. ગ્રાહકોની મોડીરાત્રે ભીડ હોવાથી કારીગરે તેને એવુ કહયું કે ‘ ઓ ભાઈ શાંતિ રાખ ’ જેથી ઉશ્કેરાયેલા બદમાશ કારીગરને ગાળો આપી અન્ય ગ્રાહકોની સાથે પણ જીભાજાડી કરવા લાગતા કારીગરે તેને તમાચો ઠોકી દીધો હતો.
જેના કારણે બદમાશે તેના સાગરિતોને હથિયારો લઈને ત્યાં બોલાવી દઈ દુકાનમાં કામ કરતા બે કારીગરોને માર મારીને દુકાનમાં તોડફોડ કરી નાખી હતી. અન્ય કારીગર વિકાસને ચપ્પુના ઘા ઝીંકી દઈ ત્યાંતી રીક્ષામાં હનીપાર્ક તરફ ભાગી ગયા હતા. એક બદમાશ બાઈક લેવા માટે ગયો જા કે કારીગરને તેને પકડવા જતા તે બાઈક ત્યાં જ મુકીને ભાગી ગયો હતો. બીજી તરફ લોહીલુહાણ હાલતમાં કારીગરને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. આ ઘટનાને પગલે રાંદેર પોલીસ દોડી આવી હતી. રાંદેર પોલીસે સાત બદમાશો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે. પોલીસે દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY