ન્યુ દિલ્હી,તા.૨૦
સરકારની ખોટ કરતી એરલાઈન્સ એર ઈન્ડિયાને વેચવાનો નિર્ણય હાલ પુરતો સરકારે અભરાઈએ ચઢાવી દીધો છે. મંગળવારે કેન્દ્રીય ઉડ્ડયન રાજ્ય મંત્રી જયંત સિન્હીએ કહ્યું હતુ કે એર ઈન્ડિયાના ડિસઈન્વેસમેન્ટને હાલ પુરતુ ટાળી દેવામાં આવ્યુ છે.અમે એરલાઈનની સ્થિતિ સુધારવા માટે ધ્યાન આપીશું.
કેન્દ્ર સરકાર અત્યાર સુધી એર ઈન્ડિયામાં પોતાની હિસ્સેદારી વેચવા માટે સતત પ્રયત્નો કરી રહી હતી.જાકે કોઈ પ્રાઈવેટ પ્લેયરે તેમાં રસ બતાવ્યો ન હતો.
સરકારે એર ઈન્ડિયાની ૭૬ ટકા હિસ્સેદારી વેચવાનો પ્રસ્તાવ મુક્યો હતો.જેમાં ૨૪ ટકા હિસ્સેદારી સરકાર પોતાની પાસે રાખવા માંગતી હતી.જેથી સરકાર માટે એરલાઈનના ઓપરેશનમાં સામેલ થવાનો રરસ્તો ખુલ્લો રહે.જાકે કદાચ તેના કારણે પણ ખાનગી કંપનીઓએ એર ઈન્ડિયાને હસ્તગત કરવામાં રસ બતાવ્યો નહતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




