કોંગ્રેસ નેતાએ દીકરા માટે સમાજવાદી પાર્ટીનો પ્રચાર કરતા પક્ષે હાંકી કઢાયા

0
2

કોંગ્રેસે ટિકિટ ન આપતાં નેતાજી નારાજ હતા
ભોપાલ,તા.૨૦
કોંગ્રેસ પક્ષે તેના પીઢ નેતા સત્યવ્રત ચતુર્વેદીને પક્ષમાં હાંકી કાઢ્યા છે. કારણ એમ છે કે, તેમના દીકરાને સમાજવાદી પાર્ટીએ મધ્યપ્રદેશમાં ધારાસભાની ચૂંટણી લડવા માટે ટિકિટ આપી છે એટલે આ કોંગ્રેસ નેતાએ દિકરા માટે સમાજવાદી પાર્ટી માટે પ્રચાર કર્યો હતો. પાર્ટીમાંથી હાંકી કઢાતા સત્યવ્રત ચતુર્વેદીએ કોંગ્રેસને થેંક્સ કહ્યું છે.
પીઢ રાજકારણી એવા સત્યવ્રત ચતુર્વેદી ઘણા દાયકાઓથી કોંગ્રેસ સાથે જાડાયેલા રહ્યા છે. તેઓ કોંગ્રેસ પક્ષ તરફથી લોકસભા અને રાજ્યસભાની સાંસદ રહેલા છે અને કોંગ્રેસ પાર્ટીમાં પણ તેઓ મહત્વનાં હોદ્દાઓ પર રહ્યા છે.
મહત્વની વાત છે કે, મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સંકલન સમિતિમાં સત્યવ્રત ચતુર્વેદી સભ્ય હતા. આ સમિતિનાં અધ્યક્ષ પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ છે. તેઓ સમિતિથી નારાજ હતા તેમ જાણવા મળે છે. એટલા માટે કોંગ્રેસે તેમને હાંકી કાઢ્યા.
કોંગ્રેસનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર, સત્યવ્રત ચતુર્વેદી તેમના દીકરી નિતીન માટે કોંગ્રેસમાંથી ટિકિટ માંગતા હતા પણ કોંગ્રેસ તેમના દીકરાને ટિકિટ ન આપતા, તેણે સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર તરીકે રાજનગર બેઠક પરથી ફોર્મ ભર્યું. આ પછી સત્યવર્ત ચતુર્વેદી તેના દીકરાને જીતાડવા માટે ખુલ્લા ટેકામાં આવ્યા અને સમાજવાદી પાર્ટી માટે પ્રચાર શરૂ કર્યો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY