અજાણ્યા શખ્સો ફાયરિંગ કરતાં તેની પત્ની પણ ઈજાગ્રસ્ત
શ્રીનગર,તા.૨૦
જમ્મુ-કાશ્મીરમાં ભાગલાવાદી હુર્રિયતના નેતા હફીઝુલ્લાહ મીરની ગોળી મારીને અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી છે. હફીઝુલ્લાહ મીર ભાગલાવાદી તહરીક-એ-હુર્રિયતનો જિલ્લા પ્રમુખ હતો. દક્ષિણ કાશ્મીરના અનંતનાગના અચાબલ વિસ્તારમાં હફીઝુલ્લાહ મીરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા હુમલાખોરોએ અચાબલના બુધરા વિસ્તારમાં હફીઝુલ્લાહ મીરના મકાનમાં દાખલ થયા હતા અને ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં હફીઝુલ્લાહ મીર અને
આભાર – નિહારીકા રવિયા તેની પત્ની બંને ઈજાગ્રસ્ત થયા હતા.
બંનેને અનંતનાગની ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જા કે તબીબોએ હફીઝુલ્લાહ મીરને મૃત ઘોષિત કર્યો હતો. અનંતનાગ જિલ્લા હોસ્પિટલના સુપ્રિડેન્ટેન્ટે હફીઝુલ્લાહને મૃત હાલતમાં અહીં લાવવામાં આવ્યો હોવાનું એક સ્થાનિક અખબારની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે ભાગલાવાદી હુર્રિયતના નેતા હફીઝુલ્લાહ મીરને ગત એક માસથી અજાણ્યા નંબરો પરથી ધમકી ભરેલા કોલ મળતા હતા.
મીરે અજાણ્યા ફોન કોલની તપાસ કરીને તેના સ્થાન સહીતની બાબતોનું વેરિફિકેશન કરવાની માગણી કરી હતી. કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના માટે તેણે સરકારને જવાબદાર ગણાવી છે. હફીઝુલ્લાહ મીરનું સંગઠન સૈયદ અલી શાહ ગિલાનીના નેતૃત્વવાળા હુર્રિયત કોન્ફરન્સના જૂથ સાથે જાડાયેલું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




