પીસીબીને લપડાક : આઈસીસીએBCCI પરના ૪૫૦ કરોડના દાવાને ફગાવ્યો

0
8

દુબઈ,તા.૨૦
આંતરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની ડિસ્પ્યુટ પેનલે પાકિસ્તાનના બીસીસીઆઈ સામે દ્વિપક્ષીય સીરિઝ યોજવા માટે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ(MoU)ના અપાલન બદલ કરેલા રૂ. ૫૦૦ કરોડના દાવાને ફગાવી દીધો છે. આ સાથે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘરઆંગણે સીરિઝ રમવાના લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ પર પૂર્ણવિરામ મૂકાયો છે અને BCCI ને જારદાર જીત મળી છે.
‘BCCI  સામને PCB  કેસ ડિસ્પ્યુટ પેનલે ફગાવી દીધો છે’ આ અંગેનું ટ્‌વીટ આઈસીસીએ તેના સત્તાવાર ટ્‌વીટર હેન્ડલ દ્વારા કરી ને જાહેરાત કરી હતી. આ ચુકાદો બંધનકર્તા રહેશે અને તેને આગળ પડકારી શકાશે નહીં તેમ એક ટૂંકા સંદેશામાં આઈસીસીએ જણાવ્યું હતું.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB)એ બીસીસીઆઈ પાસે એમઓયુના ઉલ્લંઘન બદલ રૂ. ૪૪૭ કરોડના વળતરની માગ કરી હતી. ૨૦૧૫-૨૦૨૩ વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે છ દ્વીપક્ષીય સીરિઝ રમવા માટે કરાર થયા હતા.
બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે એમઓયુ બંધનકર્તા નથી અને તેથી કોઈ ઉલ્લંઘન નથી થયું. જા કે બીસીસીઆઈના મતે ભારતે આઈસીસી માટેના રેવન્યુ મોડેલનું સમર્થન નહીં કરીને પીસીબી દ્વારા વચનનો ભંગ કરાયો હતો.
ભારતીય બોર્ડના મતે પાકિસ્તાન સાથે દ્વીપક્ષીય ક્રિકેટ સીરિઝ સરકારી મંજૂરીઓને આધિન હતી અને ૨૦૦૮ મુંબઈ હુમલા બાદ તે મેળવવી મુશ્કેલ બની ગઈ હતી. ‘અમને આનંદ છે કે અમારા મતની જીત થઈ છે. પીસીબી જેને એમઓયુ કહે છે તે ફક્ત એક પ્રસ્તાવ પત્ર હતો,’ તેમ બીસીસીઆઈની વહવીટી સમિતિના વડા વિનોદ રાયે જણાવ્યું હતું. રાયે વધુમાં જણાવ્યું કે, હું બીસીસીઆઈની કાયદાકીય ટીમ તેમજ આ લવાદના હીતમાં કામ કરનાર તમામનો આભારી છું.
આઈસીસીની ત્રણ સભ્યોની વિવાદ નિવારણ સમિતિ ગત વર્ષે અસ્તિત્વમાં આવી હતી અને તેઓ પાકિસ્તાન બોર્ડના દાવાની તપાસ કરી રહ્યા હતા. આ મામલે ઓક્ટોબર ૧-૩ વચ્ચે સુનાવમી હાથ ધરાઈ હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY