મુંબઈ,તા.૨૧
ફિલ્મ સર્જક અભિષેક કપૂરે અગાઉ જાહેર કરેલી મેગાબજેટ ફિલ્મ મહાભારત હાલ મોકૂફ રાખી હોવાની જાણકારી મળી હતી. આ ફિલ્મ અભિષેક બે ભાગમાં બનાવવા ઇચ્છતો હતો.
‘અમે કેટલાક ડ્રાફ્ટ તૈયાર કર્યા હતા પરંતુ વાત જામી નહીં એટલે હાલ પૂરતો આ પ્રોજેક્ટ અમે મોકૂફ રાખ્યો છે. ડિઝની પણ આ દિશામાં કંઇક કરી રહ્યા છે એવી માહિતી મને મળી હતી. મેં વાતને પડતી મૂકી નથી, કામચલાઉ ધોરણે મોકૂફ રાખી છે. કદાચ હું આ પ્રોજેક્ટમાં આગળ વધુ પણ ખરો. અત્યાર પૂરતું આ દિશામાં હું કંઇ કરી રહ્યો નથી.
અભિષેકની યોજના એવી હતી કે પહેલા ભાગમાં મોટા ભાગની કથી કહેવી અને બીજા ભાગમાં કુરુક્ષેત્રનું યુદ્ધ અને ભગવદ્ ગીતા આવરી લેવાં.
અત્યારે તો એ કેદારનાથની સ્પેશિયલ ઇફેક્ટ્સના કામમાં બીઝી છે. એણે કહ્યું કે અમે આ ફિલ્મને થ્રી ડીમાં રજૂ કરવાનું વિચારી રહ્યા હતા પરંતુ હજુ એ વિચાર પણ અમલમાં મુકિયો નથી. મૂળ તો કેદારનાથ ફિલ્મ બનાવતાં અમને ઘણી મુશ્કેલીનો અનુભવ થયો હતો એટલે પછી થ્રી ડીનો વિચાર પડતો મૂકવાનું યોગ્ય લાગ્યું. આમ પણ અમે ઘણી મુશ્કેલીમાંથી પસાર થયા હતા. મને અંગત રીતે થ્રી ડી ટેક્નોલોજી બહુ ગમતી નથી. ઓડિયન્સને કલર ચશ્મા વિના હું કથા કહી શકતો હોઉં તો થ્રી ડીની શી જરૃર ?
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




