ભારતમાં ઘૂસી આવેલા ગેરકાયદેસર પ્રવાસીઓને ખદેડી મુકોઃ સેનાપ્રમુખ

0
11

જે પક્ષ તેનો વિરોધ કરી રહ્યા છે તેઓ રાષ્ટ્રીય સુરક્ષાને નબળી પાડી રહ્યા છે
ન્યુ દિલ્હી,તા.૨૨
ગેરકાયદેસર પ્રવાસીઓને લઈને સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે એક મોટું નિવેદન આપ્યું છે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી)માં પોતાનું નામ સામેલ કરવા માટે માત્ર ત્રણ સપ્તાહનો સમય જ બાકી રહ્યો છે. રાવતે કહ્યું કે તેઓ એનઆરસીનું સમર્થન કરે છે અને જે પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે તેઓ રાષ્ટ્રીય સુરક્ષાને નબળી પાડી રહ્યા છે.
એક ઈન્ટરવ્યુમાં સેનાધ્યક્ષે કહ્યું કે ભારતીય સેના દ્વારા થતી નકલી અથડામણ અને માનવાધિકારના ઉંંઘનની વાત સાવ ખોટું છે.તેમણે કહ્યું કે તેઓ એ લોકોને પરત મોકલવાનું સમર્થન કરે છે જે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસી આવ્યા છે. રાવતે કહ્યું કે જા તેઓ ગેરકાયદેસર છે તો તેમને પરત મોકલી જ દેવા જાઈએ પરંતુ જા તેઓ કાયદેસર છે તો તેમને ભારતમાં સમાવી લેવા જાઈએ. આ એકીકરણ એવી રીતે થવું જાઈએ જેનો સૌને ફાયદો થાય પરંતુ આ મુદ્દાનું રાજનીતિકરણ થઈ રહ્યું છે.
રાવતનું માનવું છે કે અમુક રાજકીય પક્ષો ગેરકાયદેસર પ્રવાસીઓની મદદ કરી રહ્યા છે. અમુક એવા સંસ્થાનો છે જેમણે તેને સિસ્ટમમાં ભેળવી દીધા છે. અમુક એવા પણ લોકો છે જે ગેરકાયદેસર રીતે આવેલા છે અને તેમની પાસે નાગરિકત્વ પણ નથી. જ્યારે અમુક લોકો એવા પણ છે જેઓ નાગકિરત્વ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY