મુંબઈ,તા.૨૩
બાહુબલી-૨ને દેશભરના લગભગ ૬૫૦૦૦ સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવનાર છે. ૨૦૧૭માં આ ફિલ્મ સૌથી વધુ સ્ક્રીન પર રિલીઝ થનારી ફિલ્મ બની હતી. જાકે, હવે ૨.૦એ તેનો રેકોર્ડ ધ્વસ્ત કર્યો હતો. મીડિયા રિપોર્ટસ અનુસાર, રજનીકાંતની ૨.૦ને ભારતમાં ૬૬૦૦થી ૬૮૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવનાર છે. તો દુનિયાભરમાં તે ૧૦૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવશે.
રજનીકાંત અને અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ૨.૦એ રિલીજ પહેલા જ બોક્સ ઓફિસ પર મોટો ધમાકો કર્યો છે. ફેન્સ તેની આતુરતાથી રાહ જાઈ બેસ્યા છે. પહેલીવાર રજનીકાંત અને અક્ષય કુમાર એકસાથે જાવા મળી રહ્યાં છે. ખાસ વાત એ છે કે અક્ષય કુમાર એક અલગ જ અવતારમાં નજર આવનાર છે. પરંતુ રિલીઝ પહેલા જ ફિલ્મ ૨.૦ બોક્સઓફિસની નવી બાહુબલી બની ગઈ છે. હકીકતમાં આ ફિલ્મ બાહુબલી-૨નો રેકોર્ડ તોડ્યો છે. ઉલ્લેખનીય છે કે, બાહુબલી-૨ ધ કન્ક્લુઝન ૨૦૧૭ની સૌથી મોટી હીટ રહી હતી.
બાહુબલી-૨ અને ૨.૦માં એક સમાનતા છે. તેની શાનદાર વીએફએક્સ. બાહુબલી-૨ના વીએફએક્સને લોકોએ બહુ જ પસંદ કરી હતી. તો ૨.૦નું ટ્રેલર જાતા જ લોકોને તેના વીએફએક્સની ચર્ચા શરૂ કરી દીધી છે. બાહુબલી-૨એ બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડ્યા હતા. પરંતુ હવે ૨.૦એ બાહુબલી-૨નો રેકોર્ડ તોડવાનો શાનદાર દાવો કર્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






